Get The App

મેડિકલ વેસ્ટનો આડેધડ નિકાલ કરતાં વેરાવળની હોસ્પિટલને ક્લોઝર નોટિસ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
મેડિકલ વેસ્ટનો આડેધડ નિકાલ કરતાં વેરાવળની હોસ્પિટલને ક્લોઝર નોટિસ 1 - image


મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવા સબબ કાર્યવાહી : આરોગ્ય વિભાગ, રેવન્યુ વિભાગ, પ્રદૂષણ નિયંત્રણ વિભાગે સંયુક્ત ચેકિંગ હાથ ધરતાં હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ

વેરાવળ, : વેરાવળમાં આવેલી ખાનગી હોસ્પિટલ સંચાલકો બાયોમેડિકલ વેસ્ટ નિકાલ બાબતે ઘોર બેદરકારી સેવતા હોવાથી સ્થાનિક કલેક્ટરે જાગૃત થઇ આરોગ્ય, રેવન્યુ, પ્રદૂષણ નિયંત્રણ વિભાગની સંયુક્ત ટુકડીઓને ચેકિંગમાં મોકલતાં હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અહીંની અલીફ હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટનો આડેધડ નિકાલ કરતી હોવાથી તેને જીપીસીબી દ્વારા 'ક્લોઝર નોટિસ' ફટકારી છે.

વેરાવળની કેટલીક હોસ્પિટલો દ્વારા ગ્લોસ,ડ્રેસિંગ, ઇન્જેક્શન, નીડલ,વગેરે જેવો બાયોમેડિકલ વેસ્ટ નગરપાલિકાના ડમ્પીંગ યાર્ડ ખાતે ખુલ્લેઆમ નાખવામાં આવતો હતો.જેથી લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા વેરાવળ શહેર તથા આસપાસની હોસ્પિટલોમાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ -૨૦૧૬ ના માપદંડો મુજબ બાયોમેડિકલ વેસ્ટની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે કેમ? વગેરે જેવા બાયોમેડિકલ વેસ્ટ સબંધિત તમામ જોગવાઈઓનું પાલન થાય એ માટે જી.પી.સી.બી.-જૂનાગઢ, આરોગ્ય વિભાગ અને રેવન્યુ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરાવવામાં આવી હતી અને તમામ હોસ્પિટલના સંચાલકોને બાયોમેડિકલ વેસ્ટ બાબતે નિયમોનુસાર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે.

આમ છતાં ઉકત બાબતની દરકાર કર્યા વગર વેરાવળની અલીફ હોસ્પિટલના સંચાલકો દ્વારા ગેરકાયદેસર બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાખતા હોવાનું અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ -2016 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતા હોવાનું ધ્યાને આવતા એસડીએમ,વેરાવળ દ્વારા ધોરણસરની તપાસ કરી અહેવાલ કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જી.પી.સી.બી.ને હોસ્પિટલ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવેલ છે. જેને લઇને જી.પી.સી.બી. દ્વારા આ હોસ્પિટલને કલોઝર નોટિસ આપવામાં આવેલ છે.


Google NewsGoogle News