Get The App

રિફાઇનરીના આઇઝોમેરિઝેશન પ્લાન્ટને ક્લોઝર નોટિસ અપાઇ

ફર્નેસનું ઇન્ટરનલ ઇન્સ્પેકશન બાદ રિપોર્ટ બનશે ઃ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટની તપાસ

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
રિફાઇનરીના આઇઝોમેરિઝેશન પ્લાન્ટને ક્લોઝર નોટિસ અપાઇ 1 - image

વડોદરા, તા.23 વડોદરા સ્થિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીમાં શનિવારે ફરી એક વખત પ્રચંડ ધડાકા સાથે આગ લાગવાની ઘટના બાદ આઇઝોમેરિઝેશન પ્લાન્ટને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે રિફાઈનરીમાં  બનતા પેટ્રોલ, ડિઝલ અને બીજી પ્રોડ્કટસને  આઈઝોમેરિઝેશન પ્લાન્ટમાંથી પસાર કરવામાં આવે છે અને તેમાં બીજા તત્વો ઉમેરવામાં આવે છે.જેથી તેની ગુણવત્તામાં સુધારો થાય છે. શનિવારની સાંજે આ પ્લાન્ટની ફર્નેસમાં અચાનક આગ લાગતા કંપનીના ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી.

ગુજરાત રિફાઇનરીમાં આગની આ ઘટના બાદ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે વિભાગ દ્વારા અસરગ્રસ્ત પ્લાન્ટને ક્લોઝર નોટિસ આપી દેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ફર્નેશમાં આગ લાગી હોવાથી ઇન્ટરનલ ઇન્સ્પેક્શન કરવાનું બાકી છે જેના પગલે હજી સુધી પૂર્ણ તપાસ થઇ શકી નથી.

ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલાં રિફાઈનરીના બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં લાગેલી ભીષણ આગના કારણે બે કર્મચારીઓના મોત થયા હતાં. આ ઘટનાનો રિપોર્ટ પણ હજી સુધી જાહેર થયો નથી અને ત્યાં રિફાઇનરીમાં બીજી મોટી ઘટના બની હતી.




Google NewsGoogle News