Get The App

જૂનાગઢના ગિરનારમાં યોજાઈ આરોહણ અવરોહણ સ્પર્ધા, સમગ્ર દેશમાંથી 570 સ્પર્ધકોએ લીધો ભાગ

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
જૂનાગઢના ગિરનારમાં યોજાઈ આરોહણ અવરોહણ સ્પર્ધા, સમગ્ર દેશમાંથી 570 સ્પર્ધકોએ લીધો ભાગ 1 - image


Junagadh News : જૂનાગઢના ગિરનાર પર યુવાનોના જોમ અને જુસ્સાને પડકાર સમાન 17મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં જુનિયર અને સિનિયર કેટેગરીના 570 યુવક-યુવતીઓએ ગિરનાર સર કર્યો હતો. ઉત્તરાખંડના યુવકે સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં તેણે 53.28 મિનિટમાં ગિરનાર સર કરીને છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. સ્પર્ધામાં પ્રથમ વિજેતાને 1 લાખ રોકડ ઈનામ આપવામાં આવ્યું. જ્યારે અન્ય 40 સ્પર્ધકોમાં કુલ 19 લાખ રૂપિયા ઈનામ અપાયું. 

જૂનાગઢના ગિરનારમાં યોજાઈ આરોહણ અવરોહણ સ્પર્ધા, સમગ્ર દેશમાંથી 570 સ્પર્ધકોએ લીધો ભાગ 2 - image

સિનિયર સ્પર્ધકોજુનિયર સ્પર્ધકો
યુવકયુવતીયુવકયુવતી
દિગંબર સિંહ (ઉત્તરાખંડ) - 00:53:28તામસી સિંહ (ઉત્તર પ્રદેશ) - 00:32:34બબલુ સિસોદિયા (ઉત્તર પ્રદેશ) - 00:56:41રંજના યાદવ (ઉત્તર પ્રદેશ) - 00:33:40
નિષાદ લલિતકુમાર મીઠાલાલ (ગુજરાત) - 00:54:44મીનાક્ષી નેગી (ઉત્તરાખંડ) - 00:33:55હરિકેશ (હરિયાણા) - 00:58:43ગરચર દિપાલી અરજણભાઈ (ગુજરાત) - 00:35:10
વાઘેલા શૈલેષભાઈ મનસુખભાઈ (ગુજરાત) - 00:55:07નિધિ નેગી (ઉત્તરાખંડ) - 00:34:19શશી રાજ (બિહાર) - 01:00:31કામરીયા જયશ્રી ભીમાભાઈ (ગુજરાત) - 00:35:45

આ પણ વાંચો: કચ્છમાં વૉટર લેવલ સરવે હાથ ધરવા ગયેલી બોટ પલટી, GHCLના 3 કર્મી 16 કલાકે જીવતા મળ્યાં

દેશભરના 570 સ્પર્ધકોએ ભાગ લીધો

જૂનાગઢના ગિરનારમાં આયોજિત 17મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર સહિત રાજ્યભરના કુલ 570 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સિનિયરમાં 245 યુવકો અને 87 યુવતીઓ સહિત જુનિયરમાં 157 યુવકો અને 81 યુવતીઓએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો હતો. 


Google NewsGoogle News