Get The App

મોંઘવારીને મોકળું મેદાનઃ દશેરા પૂર્વે સિંગતેલમાં એક દી'માં 55નો વધારો

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
મોંઘવારીને મોકળું મેદાનઃ દશેરા પૂર્વે સિંગતેલમાં  એક દી'માં 55નો વધારો 1 - image


મગફળીનો પાક સ્થિર,તેલની માંગ સ્થિર પણ સટોડીયાથી બજાર અસ્થિર ઓક્ટોબરમાં સિંગતેલમાં તા. 16 સુધી ઘટાડા પછી બે દિવસમાં 70 વધારી દીધા, મોંઘા તેલના ખેલ સામે નેતાઓ, સરકાર મૌન

 રાજકોટ, : ગરીબ,મધ્યમવર્ગના ઘરોમાં જેના વગર પકવાન તો દૂર, દાળ,શાક,રોટલી બની શકતા નથી તે ખાદ્યતેલના ભાવમાં ગમે તેવી રમત કરવાનો સરકારે તેલલોબીને મોંઘવારી વધારવા મોકળુ મેદાન આપી દીધું હોય તેમ માંગ-પૂરવઠાના કોઈ બાહ્ય પરિબળો વગર આજે એક જ દિવસમાં સિંગતેલમાં ડબ્બે રૂ।. 55નો એટલે કે કિલોએ રૂ।.4 નો વધારો ઝીંકી દેવાયો છે. 

ગુજરાતમાં મગફળીનું ગત વર્ષે 45 લાખ ટન ઉત્પાદન થયું હતું, આ વર્ષે માત્ર ખરીફ ઋતુનું 3996 92 લાખ ટન ઉત્પાદન થવાનો સરકારનો અંદાજ છે અને આ અંદાજમાં કોઈ ફરક પડયો નથી. બલ્કે હજુ ઉનાળુ મગફળીનો પાક પણ બજારમાં આવશે. રાજ્યમાં માર્કેટ યાર્ડોમાં નવી મગફળીની આવક થઈ રહી છે, આજે જ રાજકોટમાં 3500  ક્વિન્ટલની આવક થઈ હતી, તો સિંગતેલની માંગમાં કોઈ વધારો નથી બલ્કે વેપારી સૂત્રો અનુસાર તેલની ખરીદીમાં સુસ્તી છે આમ છતાં સટ્ટાખોરીની બદબુ વચ્ચે સિંગતેલ બજારને અસ્થિર કરી દેવાઈ છે. 

ગત રવિવારે સિંગતેલના ડબ્બાના રૂ।. 2770-2820ના ભાવ સોમવારે એક દિવસમાં રૂ।. 50 ઘટીને રૂ।.2720-2770એ પહોંચ્યા, હજુ લોકોની ખરીદી નીકળે તે પહેલા ગઈકાલ મંગળવારે રૂ।. 15નો વધારો કર્યો અને આજે એક દિવસમાં જ રૂ।. 55નો વધારો તેલલોબીએ ઝીંકીને ભાવ રૂ।. 2790- 2840એ પહોંચાડી દેવાયા છે. આમ, સિંગતેલના ભાવમાં તદ્દન કૃત્રિમ અને અસહ્ય ઉથલપાથલ છતાં નેતાઓ અને સરકારી તંત્રનું મૌન જારી રહ્યું છે. 


Google NewsGoogle News