વડોદરામાં સયાજીપુરા ટાંકી અને સંપની સફાઈ : 50 હજાર રહીશોને તા.10મીએ પાણી નહીં મળે
Vadodara Water Shortage : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી સયાજીપુરા પાણીની ટાંકી ખાતે સંપ તથા ટાંકી સફાઈની અગત્યની કામગીરી તા.10મીએ સોમવારે હાથ ધરવાની છે. જેથી સયાજીપુરા ટાંકીના કમાંડ વિસ્તારમાં સોમવાર તા.10મીએ, સોમવારે તમામ ઝોનમાં સાંજે પાણી આપવામાં આવશે નહીં અને આ કામગીરી પૂરી થયા બાદ તા.11મીએ મંગળવારે કામગીરી પૂરી થયા બાદ સયાજીપુરા ટાંકીથી પાણી મોડેથી, ઓછા પ્રેશરથી આપવામાં આવશે. જેથી સયાજીપુરા ટાંકી વિસ્તારના 50 હજાર જેટલા સ્થાનિક રહીશોને પાણી મળશે નહીં. જેથી અગમચેતીના ભાગરૂપે જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા પાણી પુરવઠા યોજનાના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યું છે.