વડોદરામાં ગણેશ વિસર્જન બાદ કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવોની સફાઈ ઝુંબેશ શરૂ

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ગણેશ વિસર્જન બાદ કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવોની સફાઈ ઝુંબેશ શરૂ 1 - image


Vadodara Ganesh Visarjan : વડોદરા શહેરમાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ મંગળવારે ભક્તોએ ગણપતિ બાપ્પાને શ્રદ્ધાભેર વિદાય આપી હતી. શહેરના 8 જેટલા કુત્રિમ તળાવોમાં વહેલી સવાર સુધી પ્રતિમાઓનું વિસર્જન થયું હતું. ત્યારે હવે વિસર્જન બાદ પાલિકા તંત્ર કામે લાગ્યું છે. વડોદરા શહેરના નવલખી સહિતના કુત્રિમ તળાવોમાં સાફસફાઈ હાથ ધરવામાં આવી છે.

 ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોને ત્યાં દસ દિવસ સુધી શ્રીજીએ આતિથ્ય માણ્યું હતું. ગતરોજ વહેલી સવારથી જ વિવિધ મંડળો અને ભક્તોએ પોતાના ઘરોમાં સ્થાપિત કરાયેલ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન શહેરના કુત્રિમ તળાવો ખાતે કર્યું હતું. જ્યારે કેટલાકે ઈકો ફ્રેન્ડલી વિસર્જન કર્યું હતું. વડોદરામાં આ વખતે વિવિધ મંડળ સહિત નાગરિકો દ્વારા 20 હજારથી વધુ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. મંગળવારે વિસર્જનના દિવસે વાજતે-ગાજતે શ્રીજીની પ્રતિમાઓનું ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે વિસર્જનના બીજા દિવસે ત્વરિત પાલિકા તંત્ર કામે લાગ્યું હતું. સવારથી શહેરના વિવિધ કુત્રિમ તળાવો ખાતે સાફસફાઈ હાથ ધરી હતી. તળાવોમાંથી સાફ સફાઈ કરી વિવિધ પાલિકાના વાહનો મારફતે જાંબુઆ ડંપિંગ સ્ટેશન ખાતે લઈ ફુલ સહિતની પૂજાપો લઈ જવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સફાઈ સેવકો કામગીરીમાં જોતરાયા છે.


Google NewsGoogle News