ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા બે વાર લેવાશે : પરીક્ષા પદ્ધતિ પણ નવી

આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24થી કરવામાં આવશે

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા બે વાર લેવાશે : પરીક્ષા પદ્ધતિ પણ નવી 1 - image


New Education Policy 2023 In Gujarat : કેન્દ્ર સરકાર દ્વારા સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાની જાહેરાત કરાયા બાદ રાજ્ય સરકારે પણ ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માટે મોટા ફેરફાર કર્યા છે અને જે મુજબ હવે ધો.12 સાયન્સની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે. માર્ચની બોર્ડ પરીક્ષા બાદ જુલાઈમાં  બે વિષયની પુરક પરીક્ષાને બદલે તમામ વિષયોની 12 સાયન્સ બોર્ડ પરીક્ષા થશે. બંને પરીક્ષાઓમાંથી જે બેસ્ટ રિઝલ્ટ હશે તે ધ્યાને લેવાશે. જ્યારે ધો.૧૦ની પુરક પરીક્ષા બેને બદલે ત્રણ અને ધો.12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા એકને બદલે બે વિષય માટે લેવાશે. 

સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં પણ ફેરફાર થયો 

• ધો-12 વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃપરીક્ષા જુન/જુલાઇ માસમાં યોજવા. ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની અથવા તે ઇચ્છે તેટલા વિષયોની પુનઃ પરીક્ષા આપી શકશે. બન્ને પરીક્ષાામાંથી જે પરીક્ષાનું પરીણામ વધારે હશે (Best of Two) તે ગ્રાહ્ય રાખવામાં આવશે.

• ધો-10 માં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે બે વિષયોની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે ત્રણ વિષયોની પુરક પરીક્ષા લેવાશે.

• ધો-12 સામાન્ય પ્રવાહમાં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે એક વિષયની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે બે વિષયોની પુરક પરીક્ષા લેવાશે.

• ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ 20 ટકા છે તેને બદલે 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 80 ટકાને બદલે 70 ટકા કરવામાં આવશે એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.

• ધો-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 50 ટકા MCQ યથાવત રાખવા તેમજ 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.

આવતા વર્ષથી બનશે અમલી 

આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભના જરૂરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે.


Google NewsGoogle News