Get The App

કાપોદ્રામાં મોપેડ સ્લીપ થઇ જતાં ધો.10ની વિદ્યાર્થિનીનું મોત

Updated: Feb 1st, 2025

GS TEAM


Google News
Google News
કાપોદ્રામાં મોપેડ સ્લીપ થઇ જતાં ધો.10ની વિદ્યાર્થિનીનું મોત 1 - image


- સ્કુલેથી ઘરે જતી વખતે વૈભવી મકવાણાને અકસ્માત નડયો

 સુરત, :

કાપોદ્રામાં શુક્રવારે સાંજે સ્કુલેથી ઘરે જતી વેળાએ મોપેડ સ્લીપ થતા ગંભીર ઇજા પામેલી ધો.૧૦ની વિદ્યાર્થિનીનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

 સ્મીમેરથી મળેલી વિગત મુજબ કાપોદ્ર વિસ્તારમાં આવેલી રત્નસાગર સોસાયટીમાં રહેતી ૧૫ વર્ષીય વૈભવી દિપકભાઇ મકવાણા શુક્રવારે સાંજે કાપોદ્રા રોડ પર આવેલી સ્કુલેથી મોપેડ ઘરે આવવા નીકળી હતી. તે સમયે કાપોદ્રામાં કેશુબાપા ચોક પાસે મોપેડ  સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં ટુંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

વૈભવી ધો.૧૦માં અભ્યાસ કરતી હતી. તેનો એક ભાઇ છે. તેના પિતા એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. આ અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :