ડભોઇ રોડ પર મકાન ખાલી કરાવવાના મુદ્દે મારામારી
શિક્ષક અને સામાજિક કાર્યકરે સામસામે ફરિયાદ નોંધાવી
વડોદરા,ડભોઇ રોડ પર મકાન ખાલી કરવાના મુદ્દે મારામારી થઇ હતી. બંને પક્ષે આ અંગે સામસામે ફરિયાદ નોંધાવી છે.
ડભોઇ રોડ વૈષ્ણવ વિલા ડૂપ્લેક્સમાં રહેતા દિપકકુમાર બાબુભાઇ કટારિયા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના આંબલીયાળા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૨૯ મી એ અમારી સોસાયટીમાં ભાડેથી રહેતા હેમેન્દ્ર દેવનારાયણ તિવારી અને તેમનો દીકરો મારા ઘર પાસે આવીને કહેવા લાગ્યા હતા કે, તમે કેમ મકાન માલિકને ફોન કરીને મકાન ખાલી કરાવવાનું કહો છો. તેઓએ ગાળો બોલી મને માર માર્યો હતો. જ્યારે સામા પક્ષે ૬૦ વર્ષના સામાજિક કાર્યકર હેમેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું કે, દિપકકુમાર કટારિયાએ મકાન ખાલી કરવા બાબતે અમારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો. કપુરાઇ પોલીસે બંને પક્ષની સામસામેે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.