Get The App

જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે જૂના મન દુઃખના કારણે તકરાર થયા બાદ ધીંગાણું , પાંચ વ્યક્તિ ઘાયલ

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે જૂના મન દુઃખના કારણે તકરાર થયા બાદ ધીંગાણું ,  પાંચ વ્યક્તિ ઘાયલ 1 - image

image : Freepik

Jamnagar Crime : જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા બે પાડાશીઓ વચ્ચે જૂની અદાવતના કારણે ફરી મન દુઃખ થયું હતું, અને બંને પક્ષે સામ સામે હુમલામાં પાંચ વ્યક્તિઓ ઘાયલ થઈ છે. જે મામલે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

 જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતી છાયાબેન મનસુખભાઈ પરમાર નામની 42 વર્ષની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ચમન અને કરણ ઉપર લાકડાના ધોકા તેમજ હાથમાં પહેરવાના લોખંડના કડા વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખવા અંગે પોતાના પાડોશમાં રહેતા દેવાંગ રબારી, ભાવિન રબારી, અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. 

જ્યારે માતા પુત્રને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. બંને પરિવારો વચ્ચે અગાઉ માથાકૂટ થઈ હતી, અને મનદુઃખ ચાલતું હતું, જેનો ખાર રાખીને ગઈકાલે ફરી તકરાર થયા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

 આ ઉપરાંત સામે પક્ષે દેવાંગ રામાભાઇ વાઢેર નામના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ ઉપર હુમલો કરવા અંગે પાડોશમાં રહેતા કરણ મનસુખભાઈ, વિશાલ મનસુખભાઈ, ચીમન મનસુખભાઈ, ઉપરાંત મનસુખભાઈ પરમાર અને છાયાબેન મનસુખભાઈ વગેરે એકજ પરિવારના પાંચ શખ્સો સામે વળતી ફરિયાદ નોંધાવી છે. 


Google NewsGoogle News