સાવરકુંડલામાં પાણી ઢોળવા બાબતે બબાલ થતાં બે પક્ષો વચ્ચે મારામારી
નજીવી બાબતે મોટું સ્વરૃપ આપી ઝઘડો કર્યો
બન્ને જૂથોએ સામસામે ફરિયાદ નોધાવતાં ધરપકડની તજવીજ હાથ ધરાઈ
સાવરકુંડલા શહેરમાં આવેલ સુડલીયા વાસ વિસ્તારમાં રહેતા હરેશભાઇ
વિઠ્ઠલભાઈ રાજકોટીયાએ સાવરકુંડલા ટાઉન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી કે,તેમના કાકાના દીકરા
નિલેશભાઈ રાજકોટીયાએ હરેશભાઈના ઘરે જઈને કહેતા કે તમારા બાજુમાં રહેતા ભીમાભાઇ શીવાભાઈ
સોલંકી પાણીનો ખોટો બગાડ કરે છે અને પાણી બજારમાં જાય છે.એ વાત ભીમાભાઇ સાંભળી જતા
ત્યાં આવીને ગાળો આપવા લાગ્યા હતા અને અન્ય લોકો સુધીરભાઇ દિપકભાઇ સોંલકી,કનાભાઇ શંકરભાઇ સોંલકી,સુનીલભાઇ કિશોરભાઇ
સોંલકી લોખંડની પાઇપ લઈને આવી માર માર્યો હતો.
બીજા પક્ષે ભીમાભાઇ શીવાભાઈ સોલંકી(ઉ.વ.૫૫) દ્વારા ફરિયાદ
નોંધાવી હતી કે,અગાઉ
સુધીરભાઈ દીપકભાઈ સોલંકી,કાનાભાઇ
શંકરભાઇ સોલંકી અને સુનિલ સોલંકીએ પાણી ઢોળવા બાબતે ઠપકો આપેલ હતો.જેથી તેઓ
નદીમાંથી ઘરે જતા હતા ત્યારે માથાકૂટ ચાલતી હતી અને તેઓ વચ્ચે પડતા નિલેશ અશોકભાઈ
રાજકોટીયાએ ભીમાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હતી અને છરી કાઢી ઝપા
ઝાંપી કરી છરી હાથમાં વગાડી હતી.જેને લઈને નિલેશભાઈ રાજકોટીયા અને હરેશ વિઠ્ઠલ
રાજકોટીયા વિરુદ્ધ સાવરકુંડલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.તેવામાં આ બંને પોલીસ
ફરિયાદને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.