Get The App

ખેડા જિલ્લાના સલુણમાં બે સમાજના જૂથ વચ્ચે બબાલ: પથ્થરમારામાં 5 લોકો ઈજાગ્રસ્ત

Updated: Mar 15th, 2025


Google News
Google News
ખેડા જિલ્લાના સલુણમાં બે સમાજના જૂથ વચ્ચે બબાલ: પથ્થરમારામાં 5 લોકો ઈજાગ્રસ્ત 1 - image


Stone Pelting in Kheda district: ખેડા જિલ્લાના નડિયાદના સલુણ ગામે શુક્રવારે સાંજે બે ટોળા સામસામે આવી ગયા હતા. જેમાં કોઈ અગમ્ય બાબતને લઇને ગામના બે સમાજના ટોળા આવી જતા મામલો બિચક્યો હતો. આ ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે, જ્યારે બે લોકોને વધુ ઈજા પહોચતાં તેમને અમદાવાદ સારવાર અર્થેખસેડાયા છે. આ સમગ્ર મામલે ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જેમાં 20 સામે નામજોગ અને 30ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. 

આ ઘટનામાં પથ્થરમારો થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને  નડિયાદ ગ્રામ્ય પોલીસે સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સલુણ ગામના વિશાલ મકવાણાએ નોધાવેલી ફરિયાદમાં સાંજના સમયે સલુણ બસ સ્ટેન્ડ પાસે આવેલ સંજય તળપદાની દુકાને પડીકી લેવા ગયો હતો. જેમાં અગાઉના ઝઘડાનું વેર રાખી સંજયે ગાળો બોલી હતી અને જ્ઞાતિસૂચક શબ્દો બોલી 15 જેટલા માણસોનો ટોળું ધસી આવ્યું હતું.

આ ટોળાએ લાકડાના દંડા, ઈંટો અને લોખંડની પાઇપ જેવા હથિયારો સાથે વિશાલ અને તેના મિત્રો સાથે મારામારી કરી હતી. આ ઉપરાંત છૂટો પથ્થરમારો પણ કર્યો હતો. આ બનાવમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આથી આ બનાવ મામલે વિશાલ મકવાણાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે અન્ય સામાપક્ષે કરેલી ફરિયાદમાં પ્રવીણભાઈ તળપદાએ લખાવ્યું કે તેમના ફોઈના દીકરાની સંજયની દુકાન બસ સ્ટેન્ડ પાસે આવેલી છે. શુક્રવારે સાંજે એક કારમાં ગામના અમુક લોકો કારનો હોર્ન સતત વગાડી સિગારેટનું પેકેટ માંગતા હતા. પરંતુ દુકાનદાર સંજયની દુકાને ગ્રાહકો વધારે હોય તેમણે આ કાર ચાલક અને અન્ય સાગરીતોને દુકાન પર આવી વસ્તુ લઈ જવા જણાવ્યું હતું. જેથી આક્રોશમાં આવેલા આ કારમાં સવાર લોકોએ સંજય સાથે ગાળાગાળી કરી હતી. 

બાદમાં આ કારમાં આવેલા લોકોએ ટોળુ લઈ આવી દુકાનદાર સંજય અને તેમના સંબધી સતિષભાઈ તેમજ વિનોદભાઈને માર માર્યા હતા. છૂટા પથ્થરો પણ ફેંકી ઇજા કરી હતી. આ બનાવમા 3 લોકો ઈજા થઈ હતી. 

આ મામલે પ્રવિણભાઇ તળપદાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ઉપરોક્ત આઠ વ્યક્તિઓના નામ જોગ અને બીજા 15થી 20 માણસોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
KhedaNadiadGroup-Clashstone-peltingSalun

Google News
Google News