વડોદરા: ગોત્રી વિસ્તારમાં ન્યુ વીઆઇપી રોડ પર કિન્નરો વચ્ચે મારામારી
Image: Freepik
વડોદરા ન્યુ વીઆઈપી રોડ પર ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા બે કિન્નરો સેવાસીથી પરત આવતા હતા ત્યારે ગોત્રી પાસે અન્ય બે કિન્નરોએ લાકડીઓ વડે તેમના પર હુમલો કર્યો હતો. ત્યારબાદ અમારા વિસ્તારમાં કેમ આવો છો તેમ કહી માર મારવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત કિન્નરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર ખોડીયાર નગર વુડાના મકાનમાં વહેતા સિમરનકુંવર કિરણકુંવરે ફરીયાદ નોંધાવી છે કે 6 ડિસેમ્બરના રોજ સવારના હુ તથા મારા શિષ્ય માહી કુંવર તથા અમારા રીક્ષાવાળા શેખ મહોમ્મદ હનીફ અમારી જજમાનવૃતિ માટે નિકળેલ અને સાંજ થતા અમે બધા સેવાસીથી અમારા ઘરે જતા હતા. ત્યારે પાંચ વાગ્યા આસપાસ ગોત્રી પાસે આવતા ત્યા એક રીક્ષા ઉભી હતી અને અમારી રીક્ષા ત્યાથી પસાર થતા તે રીક્ષા પાસે ઉભેલ અલ્પાકુંવર(માસી)એ ચાલુ રીક્ષાએ મને જમણા હાથના ભાગે લાકડાનો દંડો માર્યો હતો. જેથી અમારી રીક્ષા ઉભી રાખી હતી અને ત્યારે અલ્પાકુંવર તથા તેમની સાથેના પાયલકુંવર(માસી) લાકડાનો દંડો લઇ અમારી રીક્ષા પાસે આવેલા અને બંને બોલવા લાગ્યા હતા કે તમે અમારા વિસ્તારમાં કેમ આવો છો અને તમારે અમારા વિસ્તારોમાં આવવું નહિ. આખુ વડોદરા અમારૂ છે એમ કહી બંને જોર જોરથી ગાળો બોલવા લાગ્યા હતા અને ત્યાર બાદ બંનેએ અમને ધમકી આપેલ કે જો તમે વડોદરામાં ફરસો તો અમે તમોને મારીસુ. ત્યારબાદ અમે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા.