'અમે ફાટી પડતા નથી અને આ જવાબદારી પોલીસની છે', કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત અને ભાજપ કાર્યકરો વચ્ચે બોલાચાલી
Amreli News : અમરેલીના ચલાલા નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ નેતાઓ ડોર ટુ ડોર પ્રચારમાં નીકળતા ભાજપ કાર્યકરો સાથે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા સાંસદ ગેનીબહેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, જેનીબહેન ઠુંમર સહિતના નેતાઓના પ્રચાર દરમિયાન બોલાચાલી થઈ હતી. કોંગ્રેસ ડોર ટૂ ડોર નીકળતા ભાજપના કાર્યકર્તાઓએ પાછળથી સૂત્રોચાર કરતા વિવાદ ઊભો થયો હતો. જો કે, તેવામાં સ્થાનિક પોલીસ વચ્ચે પડતા મામલો શાંત પડ્યો હતો.
અમરેલીના ચલાલા નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ નેતાઓ ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા હતા, ત્યારે કોંગ્રેસ નેતાઓ અને ભાજપ કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ભાજપના કાર્યકરોને જાહેરમાં ખખડાવ્યા હતા અને કહ્યું કે, 'અમે આવાથી ફાટી નીકળતા નથી અને આ જવાબદારી પોલીસની છે.'