માંજલપુરમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થતા મારામારી, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
માંજલપુરમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થતા મારામારી, બંને પક્ષે સામસામે  ફરિયાદ નોંધાવી 1 - image


Image Source: Freepik

ટુરીઝમનો વ્યવસાય કરતી મહિલાની કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થતા મોપેડ ચાલક અને તેના મિત્રે હુમલો કર્યો હતો. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

માંજલપુરની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા નેહાબેન ભરતકુમાર સોની પ્રતાપ નગર વિહો ટ્રીપ નામની ઓફિસમાં ટુરીઝમનો બિઝનેસ કરે છે. માંજલપુર  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે બપોરે દોઢ વાગ્યે હું મારા દીકરા સાથે લંચ કરવા માટે ગોત્રી જતી હતી. તે દરમિયાન મારૃતિધામ શંકર ભગવાનના મંદિરની પાસેના રોડ પરથી હું  પસાર થતી હતી. તે દરમિયાન એક મોપેડ ચાલક અચાનક મારી કારની સામે આવી જતા મેં બ્રેક મારી હતી. પરંતુ, મારી કાર મોપેડને થોડી અડી જતા તે સ્લિપ ખાઇને નીચે પડી ગયો  હતો. મોપેડ ચાલકે મને કહ્યું કે, તું નીચે ઉતર. હું કારમાંથી બહાર આવતા તેણે મને કહ્યું કે, અહીંયા બેસી જા તારે ક્યાંય જવાનું નથી. ગાડીના નુકસાન બાબતે મેં વાત કરતા મોપેડ ચાલકના મિત્ર કબીરે મને ધક્કો માર્યો હતો. મારા ભાઇ પ્રતિક સોનીની સાથે તેના બે મિત્રોએ કબીરને ધક્કો મારવાનું કારણ પૂછતા આરોપીઓએ ગાળો બોલી તેને માર માર્યો હતો.

જ્યારે સામા પક્ષે એન્જિનિયરીંગનો અભ્યાસકરતા જૈમિશ સંજયકુમાર પટેલે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અકસ્માતના કારણે ઝઘડો થતા પ્રતિક સોની, લક્ષ્મણભાઇ સહિત ત્રણ વ્યક્તિઓએ મારા પર હુમલો કર્યો હતો.



Google NewsGoogle News