Get The App

ગરબા રમતી મહિલાઓ વચ્ચે બોલાચાલી થયા પછી મારામારી

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
ગરબા રમતી મહિલાઓ વચ્ચે બોલાચાલી થયા પછી મારામારી 1 - image


સિટિ પોલીસ સ્ટેશનની બાજુમાં જૂની બારીગેટ લાઇનમાં ગરબા રમતી મહિલાઓ વચ્ચે બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બંને  પક્ષની સામ સામે ફરિયાદ નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સિટિ  પોલીસ સ્ટેશનની બાજુમાં જૂની બારીગેટ લાઇનમાં  રહેતા વિશાલ સુનિલભાઇ સોનવણેએ સિટિ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. 11 મી એ અમે અમારી ચાલમાં ગરબા રમતા હતા. તે દરમિયાન વૈશાલીબેન તથા તેમની નણંદ  પૂનમબેન ગરબા રમતા રમતા અચાનક મારી પત્ની અલ્કાબેનને ગાળો બોલવા લાગ્યા હતા. વૈશાલબેન સાથે અમારે ઝઘડો થયો હતો. તેની ફરિયાદ સિટિ પોલીસ સ્ટેશનમાં કરી હતી. બીજે દિવસે સવારે સાડા દશ વાગ્યે  હું મારા ઘરેથી કામ પર જતો હતો. તે દરમિયાન વૈશાલીબેન તથા તેમના નણંદ પૂનમબેન મારી પત્નીને ગાળો બોલવા લાગ્યા હતા. વૈશાલીબેનના પતિ અજયે ચપ્પુ જેવા ધારદાર હથિયાર વડે મારા પર હુમલો કરી મોંઢા પર ઇજા પહોંચાડી હતી.

જ્યારે સામા  પક્ષે હોમગાર્ડ જવાન  અજય સોનવણેએ સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,વિશાલે ધારદાર હથિયાર વડે  હુમલો કરતા મને કમરના ભાગે ઇજા થઇ હતી.


Google NewsGoogle News