વોરાગામડીમાં લગ્નમાં કાર પાર્કિગ મુદ્દે ધિંગાણું ઃ પાંચ વ્યક્તિને ઇજા
ધનિયાવી અને વોરાગામડીના રહીશોની સામ સામે ફરિયાદ
વડોદરા, તા.15 વડોદરા નજીક આવેલા વોરાગામડી ગામે લગ્નના પ્રસંગ દરમિયાન કાર પાર્કિગ મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક મારામારીમાં એક વકીલ સહિત પાંચ વ્યક્તિને ઇજા થતાં તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વોરાગામડી ગામે પાણીની ટાંકી પાસે રહેતા વકીલ ઉવેશ ઉમરજી પટેલે ધનિયાવી ગામમાં રહેતા અમા ઉસ્માન લોંગ, મુન્તઝીરભાઇ યાકુબભાઇ લોંગ, નવાજ યાકુબભાઇ લોંગ અને વલીભાઇ લોંગ સામે વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉત્તરાયણની કોર્ટમાં રજા હોવાથી હું ઘેર હતો ત્યારે બપોરે ઘર બહારથી બૂમાબૂમ થતાં મેં ઘરની બહાર નીકળીને જોતા મારા કાકાનો પુત્ર ઇમરાન મહંમદ પટેલ પાણીની ટાંકી પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી કાર બહાર કાઢતી વખતે ગામમાં લગ્નમાં ધનિયાવી ગામમાંથી આવેલા પોતાની કાર પાર્ક કરતા શખ્સ સાથે બોલાચાલી થતાં ધનિયાવી ગામના લોકો ભેગા થઇ ગયા હતા અને લાકડાના ડંડાથી માર મારતા મને, ઇમરાન, તૌસીફ અને અયમાનને ઇજા થઇ હતી જ્યારે હુમલાખોરોએ ધમકી આપી હતી આ લોકોને ખબર પડવી જોઇએ કે ધનિયાવી ગામના લોકો કેવા છે જેથી નામ લેતા પહેલાં વિચાર કરે.
સામા પક્ષે ધનિયાવીમાં રહેતા મુન્તઝીરભાઇ યાકુબભાઇ પટેલે વોરાગામડીમાં રહેતા ઇમરાન મહંમદ પટેલ, તૌસીફ બાબુભાઇ પટેલ, અયમાન હનીફભાઇ પટેલ અને ઉવેશ ઉમરજી પટેલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી મોટી બહેન રહીશા અયુબ પટેલના દીયરની દીકરીના લગ્ન હોવાથી હું બાઇક પર વોરાગામડી ગયો હતો ત્યારે પાણીની ટાંકી પાસે કાર પાર્કિગ બાબતે ઝઘડો થતાં ઇમરાને મારી સાથે ઝઘડો કર્યો હતો આ વખતે તૌસીફ ટ્રેક્ટરમાંથી લોખંડનું પાનું લઇને આવી મારા માથામાં માર્યું હતુંતત