એડવોકેટ મેહુલ બોઘરા અને પોલીસ વચ્ચે બોલાચાલી, સુરતમાં નંબર પ્લેટ વગરની ગાડી અટકાવતા થયો વિવાદ
Advocate Mehul Boghara In Surat: સુરતમાં એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોઘરા અને પોલીસ કર્મચારી વચ્ચે ફરી બોલાચાલી થઈ છે. મેહુલ બોઘરાએ પોલીસકર્મીની નંબર પ્લેટ વગરની કાર સામે વિરોધ ઉઠાવ્યો હતો. જેમાં પોલીસકર્મીની બ્લેક કાચ, નંબર પ્લેટ વગરની કાર સામે બોલતા વિવાદ વકર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. હાલ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.
પોલીસ દ્વારા એડવોકેટ મેહુલ બોઘરા પર ફરી હુમલો.. પર્વત પાટિયા સુરત। હાલ પુણા પોલીસ સ્ટેશન ફરિયાદ અર્થે ગયેલ છે।
Posted by Adv Mehul Boghara on Saturday, February 24, 2024
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, આ ઘટના બનતા લોકોનું ટોળુ એકઠુ થયુ હતુ. મીડિયા સાથેની વાતચીતમાં મેહુલ બોઘરાએ કહ્યું હતું કે, હું મારા અંગત કામથી જઇ રહ્યો હતો ત્યારે એક બ્લેક કલરના કાચ વાળી ગાડી ઉભી હતી અને તેની પર નંબર પ્લેટ પણ લગાવવામાં નહોતી આવી. આ ગાડી પર પોલીસ લખેલું હતું. ગુજરાતના DGPનો એક પરિપત્ર છે કે, પોલીસે કાળા કાચવાળી કે નંબર પ્લેટ વગરના ગાડી રાખવી નહીં. એક જાગૃત નાગરિક તરીકે મેં કારમાંથી ઉતરીને ચેક કરવાની કોશિશ કરી હતી કે બ્લેક કાચ વાળી ગાડીમાં શું છે? સલામતી ખાતર મેં સોશિયલ મીડિયા પર લાઇવ કર્યું હતું.'