Get The App

'દાદાનું બારમું પણ નહોતું થયું અને...', શંકરસિંહની આ વાત પર ભાવનગરના યુવરાજે ઠાલવ્યો રોષ

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
'દાદાનું બારમું પણ નહોતું થયું અને...', શંકરસિંહની આ વાત પર ભાવનગરના યુવરાજે ઠાલવ્યો રોષ 1 - image


Bhavnagar Yuvraj Jaiveerraj Singh Gohil: અમદાવાદના ગોતા ખાતેના રાજપૂત ભવનમાં શુક્રવારે (20મી સપ્ટેમ્બર) ક્ષત્રિય સમાજનું 'એકતા' સંમેલન યોજાયું હતું. જેમાં ભાવનગરનાં મહારાજા વિજયરાજ સિંહજીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. પરંતુ આ ક્ષત્રિય સંમેલનની જાહેરાત અને આમંત્રણમાં પોતાના વડીલનો ફોટો અને નામના ઉપયોગ મુદ્દે ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહ ગોહિલે રોષ વ્યક્ત કર્યો હતો. હવે યુવરાજ જયવીરરાજ સિંહે આ મામલે કેટલીક સ્પષ્ટતા કરી છે અને શંકરસિંહ વાઘેલા સામે સવાલ ઉઠાવ્યા છે. 

ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કરી સ્પષ્ટતા

ક્ષત્રિય મહાસંમેલન પહેલા યુવરાજે સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટની ભારે ચર્ચા થઈ હતી. સાથે જ અનેક સવાલો પણ ઉદભવ્યા હતા. ત્યારે વિવિધ અટકળો મુદ્દે ખુદ યુવરાજે સ્પષ્ટતા કરી હતી. ભાવનગરમાં આયોજિત પત્રકાર એકતા સંગઠનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા યુવરાજ જયવીરરાજ સિંહે કહ્યું કે, 'શંકરસિંહે વાઘેલાએ અયોગ્ય સમયે પ્રમુખ પદ માટે મારી સાથે વાત કરી હતી. મારા દાદાના મૃત્યુના 6 દિવસ બાદ શંકરસિંહની આવી વાત અયોગ્ય હતી'. 

'દાદાનું બારમું પણ નહોતું થયું અને...', શંકરસિંહની આ વાત પર ભાવનગરના યુવરાજે ઠાલવ્યો રોષ 2 - image

'શંકરસિંહે અયોગ્ય સમયે પ્રમુખ પદ માટે મારી સાથે વાત કરી'

'મારા દાદાનું બારમું પણ નહોતું થયું અને શંકરસિંહ બાપુ અને તેમની સાથે આવેલા અગ્રણીઓએ મને ક્ષત્રિયોની નવી યુવા સંસ્થાના પ્રમુખપદની ઓફર કરી હતી. પોલિટિક્સ સાથે સીધી સંકળાયેલી બોડી ન હોય તેવી નવી સંસ્થા શંકારસિંહ બાપુ ઊભી કરવા માગતા હતા. ભાજપની માતૃ સંસ્થા જે રીતે RSS છે એવી સંસ્થા ઊભી કરવાની અને મને પ્રમુખ બનાવી યુવાનોને જોડવા માગતા હોવાની બાપુએ વાત કરી હતી.'

'દાદાનું બારમું પણ નહોતું થયું અને...', શંકરસિંહની આ વાત પર ભાવનગરના યુવરાજે ઠાલવ્યો રોષ 3 - image

આ પણ વાંચો: '...જો આ પદ્ધતિ હોત તો વર્ષ 2022ની ચૂંટણીમાં AAPના 50 MLA જીત્યા હોત', જાણો કયા મુદ્દે ગોપાલ ઇટાલિયાએ કરી ટિપ્પણી

ભાવનગરના રાજવી પરિવાર વગર ક્ષત્રિય સમિતિનું શું અસ્તિત્વ?

યુવરાજ જયવીરરાજ સિંહે કહ્યું હતું કે, 'ક્ષત્રિય સમિતિમાંથી ભાવનગરના રાજવી પરિવારનું નામ કાઢો તો શું અસ્તિત્વ રહેશે. ક્ષત્રિય એકતા માટે દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી. ક્ષત્રિય સમાજે વિચારવાનું કે આપણે કઈ દિશામાં જવું છે.'

ભાવનગરના યુવરાજે ફરી આપી ચિમકી

યુવરાજનું કહેવું છે કે 'ક્ષત્રિય સમાજને ખોટી વાત કહેવામાં આવે છે. વડીલોને માન સન્માન, પણ વડીલ પણ જ્યારે ખોટું કરે તો, યુવાનોએ સામે આવીને કહેવું જોઈએ, વિરોધ વ્યક્ત કરવો જોઈએ'

આ દરમિયાન તેમણે વાતવાતમાં એવી પણ ચીમકી પણ આપી દીધી કે 'જો મારા માતા-પિતા, વડીલો કે મારા પૂર્વજોનો રાજકારણ માટે ઉપયોગ કારશે તો હું એકલો તેમની સામે ઊભો રહીશ.'


સોશિયલ મીડિયા પોસ્ટ અંગે કરી સ્પષ્ટતા

ક્ષત્રિય મહા સંમેલન પહેલા સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટને લઈને યુવરાજ જયવીરરાજ સિંહે કહ્યું હતું કે,'મેં મારી પોસ્ટ મારા પિતાના સમર્થન માટે મૂકી હતી. મારા પરિવાર કે પૂર્વજોને લઈને હું ક્યારેય રાજનીતિ નહીં કરું.' 

'દાદાનું બારમું પણ નહોતું થયું અને...', શંકરસિંહની આ વાત પર ભાવનગરના યુવરાજે ઠાલવ્યો રોષ 4 - image


Google NewsGoogle News