Get The App

કાપોદ્રાના સિવિલ એન્જીનીયરને ડિજિટલ એરેસ્ટ કરી રૂ.23.50 લાખ પડાવ્યા

તમારા પાર્સલમાં 16 ફેક પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ, 140 ગ્રામ ડ્રગ્સ મળ્યું છે : દિલ્હી પોલીસ, સીબીઆઈના નામે હ્યુમન ટ્રાફિકિંગ અને મની લોન્ડરીંગના કેસ કરવાની ધમકી આપી હતી

બોગસ કોર્ટ ઓર્ડર મોકલી ઘરે સીબીઆઈની રેડ કરવામાં આવશે કહી બેન્ક એકાઉન્ટમાં રહેલા પૈસા લીગલ કરવાના બહાને જુદાજુદા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી બોગસ નોટરાઈઝ લેટર પણ મોકલ્યા

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
કાપોદ્રાના સિવિલ એન્જીનીયરને ડિજિટલ એરેસ્ટ કરી રૂ.23.50 લાખ પડાવ્યા 1 - image


- તમારા પાર્સલમાં 16 ફેક પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ, 140 ગ્રામ ડ્રગ્સ મળ્યું છે : દિલ્હી પોલીસ, સીબીઆઈના નામે હ્યુમન ટ્રાફિકિંગ અને મની લોન્ડરીંગના કેસ કરવાની ધમકી આપી હતી

- બોગસ કોર્ટ ઓર્ડર મોકલી ઘરે સીબીઆઈની રેડ કરવામાં આવશે કહી બેન્ક એકાઉન્ટમાં રહેલા પૈસા લીગલ કરવાના બહાને જુદાજુદા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી બોગસ નોટરાઈઝ લેટર પણ મોકલ્યા

સુરત, : સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા મૂળ અમરેલીના યુવાન સિવિલ એન્જીનીયરને તમે મોકલેલા પાર્સલમાંથી 16 ફેક પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ, 140 ગ્રામ ડ્રગ્સ મળ્યું છે કહી દિલ્હી પોલીસ, સીબીઆઈના નામે હ્યુમન ટ્રાફિકિંગ અને મની લોન્ડરીંગના કેસ કરવાની ધમકી આપી ડિજિટલ એરેસ્ટ કરી તેમજ બોગસ કોર્ટ ઓર્ડર મોકલી ઘરે સીબીઆઈની રેડ કરવામાં આવશે કહી બેન્ક એકાઉન્ટમાં રહેલા પૈસા લીગલ કરવાના બહાને જુદાજુદા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી બોગસ નોટરાઈઝ લેટર મોકલી સાયબર માફિયાઓએ રૂ.23.50 લાખ પડાવ્યા હતા.

સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય સિવિલ એન્જીનીયર ધાર્મિકભાઈ ( નામ બદલ્યું છે ) યોગીચોક ખાતે ઓફિસ ધરાવે છે.ગત 29 નવેમ્બરની બપોરે 1.57 કલાકે તેમના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.તે વ્યક્તિએ પોતાની ઓળખ કસ્ટમ ઓફિસ દિલ્હીથી અતુલસીંગ તરીકે આપી 27 નવેમ્બરના રોજ મુંબઈના અંધેરીથી મલેશીયા ડીસ્પેચ થયેલા અને અહીં કસ્ટમમાં પડેલા પાર્સલમાં 16 ફેક પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ, 140 ગ્રામ ડ્રગ્સ મળ્યું છે તે તમે મોકલ્યું છે તેમ પૂછતાં ધાર્મિકભાઈએ ના પાડી હતી.આથી અતુલસીંગે તેમને એકવાર દિલ્હી પોલીસનો સંપર્ક કરવા કહેતા ધાર્મિકભાઈએ દિલ્હી જવું મારા માટે મુશ્કેલ છે હું નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરું છું તેમ કહ્યું ત્યારે અતુલસીંગે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી બે કલાકમાં દિલ્હી કસ્ટમમાં તમારે રિપોર્ટ કરવાનો રહેશે અને ફેક્સ કે મેઈલથી જાણ કરવાની રહેશે તેમ ઉમેર્યું હતું.

ધાર્મિકભાઈએ બે કલાકમાં રિપોર્ટ કરવાની કોશિશ કરીશ તેમ કહેતા અતુલસીંગે ફોન દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ સુનીલને ટ્રાન્સફર કરતા તેણે તમારો કેસ રજીસ્ટર કરું છું અને હવે વન-વે વિડીયો અને ટુ-વે ઓડિયોથી તમારો કેસ થશે કહી વ્હોટ્સએપ નંબર માંગી બાદમાં પોતાની ઓળખ દિલ્હી વસંતકુંજ સાઉથ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુનિલ તરીકે આપી મેસેજ કરી ધાર્મિકભાઈ પાસે તેમની અને પરિવારની વિગતો મેળવી હતી.બાદમાં તેમને દિલ્હી કોર્ટ અને સીબીઆઈના સ્ટેમ્પ સાથેનો કોર્ટ વોરંટ અને પ્રોપર્ટી સીઝ ઓર્ડર મોકલી બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી વિડીયો કોલ કરી પોલીસ સ્ટેશન બતાવી ફોન કટ કરી દીધો હતો.ત્યાર બાદ અમે પકડેલા સંજયસિંગે 118 લોકોના નામ આપ્યા છે અને તેમણે ખોલેલા બેન્ક એકાઉન્ટ પૈકી તમારા બેન્ક એકાઉન્ટમાં રૂ.300 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે.તમે 10 ટકા કમિશન લીધું છે તેમ કહેતા ધાર્મિકભાઈએ ના પાડતા સુનિલ ફોન સીબીઆઈ ચીફ અનિલ યાદવ પાસે લઈ ગયો હતો.


કાપોદ્રાના સિવિલ એન્જીનીયરને ડિજિટલ એરેસ્ટ કરી રૂ.23.50 લાખ પડાવ્યા 2 - image

અનિલ યાદવે ત્રણ કલાકમાં દિલ્હી આવવા કહેતા ધાર્મિકભાઈએ ના પાડી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરીશ તેમ કહેતા અનિલ યાદવે તેમને ઓફિસમાં એકલા અને ડોર બંધ કરી બેસાડી તેમની, પરિવારની, પ્રોપર્ટીની વિગત મેળવી સીબીઆઈ રેડ તમારા ઘરે થશે તેવી ધમકી આપી તમારા વિરુદ્ધ હ્યુમન ટ્રાફિકિંગ અને મની લોન્ડરીંગના બે કેસ થયા છે, અમે પાર્સલ વાળો કેસ બંધ કરીએ છીએ તમારે દર કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે અને પરિવારને જાણ નહીં કરતા તેમ કહી બીજા દિવસે સવારે 10 વાગ્યે કોલ કરીશ તેમ કહી ફોન કાપી દીધો હતો.બીજા દિવસે સવારે અનિલ યાદવે ફોન કર્યો ત્યારે રસ્તામાં હોય ધાર્મિકભાઈએ ઓફિસે પહોંચી ફોન કરતા બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી અનિલ યાદવે બેન્ક એકાઉન્ટમાં પડેલા પૈસા લીગલ કરવા માટે જુદાજુદા એકાઉન્ટમાં કુલ રૂ.23.50 લાખ ટ્રાન્સફર કરાવી તે મળ્યાનો નોટરાઈઝ લેટરમોકલ્યા હતા.અનિલ યાદવે પૈસા પરત કરવા કહ્યું હતું.પણ ધાર્મિકભાઈએ પૂછ્યું તો હજુ પ્રોસેસ ચાલુ છે કહી બીજા દિવસે ફરી ફોન કરીશ તેમ કહી છેક સાંજે 5.37 કલાકે ફોન કાપ્યો હતો.

જોકે, બાદમાં ધાર્મિકભાઈએ ગુગલ સર્ચ કરી વસંતકુંજ પોલીસ સ્ટેશનનો નંબર મેળવી ત્યાં વાત કરતા સુનિલ નામનો કોઈ કોન્સ્ટેબલ ત્યાં નહીં હોવાનું અને પોતાની સાથે સાયબર ફ્રોડ થયી હોવાનું જાણવા મળતા ધાર્મિકભાઈએ 1930 નંબર ઉપર ફરિયાદ કરી હતી.તેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે આજરોજ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News