Get The App

શહેરના હીરાના વેપારી સાથે રૂ. 14.29 લાખની છેતરપિંડી

Updated: Jan 28th, 2025


Google News
Google News
શહેરના હીરાના વેપારી સાથે રૂ. 14.29 લાખની છેતરપિંડી 1 - image


- ઉંચા ભાવે હીરા વેચવાનું કહી માસીના દિકરાએ જ ચુનો ચોપડયો

- બે વખત હીરાના પાર્સલ મંગાવી વિશ્વાસઘાત કરનારા સુરતના શખ્સ સામે બોરતળાવ પોલીસમાં ગુનો નોંધાયો

ભાવનગર : ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા હીરાના વેપારીને તેના માસીના દિકરાએ ઉંચા ભાવે હીરા અપાવવાનું કહી વિશ્વાસમાં લઈ રૂ.૧૪.૨૯ લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

શહેરના કુમુદવાડી વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા હીરાના વેપારી હરેશભાઈ હીરાભાઈ ભલાણીએ બોરતળાવ પોલીસ મથકમાં તેમના માસીના દિકરા પ્રકાશ દિલિપભાઈ ગાબાણી (રહે. સુરત) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આશરે ૬ માસ પહેલા ઉક્ત તેમના માસીના દિકરા જે હીરા વેચવાની દલાલીનું કામ કરે છે તેમણે ઉંચા ભાવે હીરા વેચવા હોય તો હીરા આંગડિયામાં સુરત મોકલજો તેમ કહેતા તેઓ રૂબરૂ સુરત ગયા ત્યારે એક ટકા દલાલીમાં હીરા વેચવાનું નક્કી કરી આંગડિયામાં બે પેકેટ હીરાના મોકલ્યા હતા તેનું સમયસર પેમેન્ટ કરી આપ્યું હતું. જે બાદ ગત ૧૨ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ડબલના તૈયાર હીરા ૫૧ કેરેટ ૫૬ સેન્ટ મોકલ્યા હતા જેની રકમ રૂ.૮,૭૯,૨૪૦ થતી હતી. જે બાદ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ બીજા તૈયાર ડબલના હીરા ૩૨ કેરેટ ૧૨ સેન્ટ અક્ષર આંગડિયા મારફત સુરત મોકલ્યા હતા જેની રકમ રૂ.૫,૫૦,૦૦૦ થાય છે. આ બન્ને હીરાની કુલ રકમ રૂ.૧૪,૨૯,૨૪૦ તેમના માસીના દિકરાએ એકાદ અઠવાડીયામાં ખરીદનાર પાર્ટી આપશે તેમ કહ્યું હતું પરંતુ લાંબો સમય વિતતા અવારનવાર પેમેન્ટ માટે ફોન કરતા તેમના માસીના દિકરાએ ફોન બંધ કરી દીધો હતો અને સુરત જઈને તપાસ કરતા તેના ઘરે પણ મળી આવ્યો નહોતો અને તેના ઘરના સભ્યોએ પણ કંઈ જવાબ નહી આપી છેતરપિંડી આચરી હતી. આ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી  છે.

Tags :
City-diamond-merchant-cheated

Google News
Google News