Get The App

બે મહિનાથી પગાર ન મળતા સીટી બસના ડ્રાઇવરોએ બસ બાજુએ મૂકી વિરોધ કર્યો

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
બે મહિનાથી પગાર ન મળતા સીટી બસના ડ્રાઇવરોએ બસ બાજુએ મૂકી વિરોધ કર્યો 1 - image


સુરતમાં સિટી બસના ડ્રાઇવર સપ્લાય કરનારી એજન્સીનો પણ વિવાદ 

બે કલાક સુધી કામરેજ- સચીન અને ઉધના સચીનનો રુટ બંધ રહ્યો : પાલિકાએ ડ્રાયવર સપ્લાય કરનારી એજન્સી હંસા ટ્રાવેલ્સ સાથે વાટાઘાટ કરી

સુરત, તા. 23 ઓક્ટોબર 2023 સોમવાર

સુરત પાલિકાએ સામુહિક વરિવહન સેવા શરુ કરી છે પરંતુ એજન્સીની બેદાકરીના કારણે સતત વિવાદ થઈ રહ્યો છે. અત્યાર સુધી માત્ર કન્ડકટરનો વિવાદ હતો પરંતુ હવે ડ્રાયવરનો પણ વિવાદ બહાર આવ્યો છે. શહેરના બે રુટ પર સીટી બસ દોડાવતા સીટીબસ ઓપરેટે ડ્રાઈવરોને બે માસથી પગાર નહી આપતાં આજે ડ્રાઈવરોએ વિજળીયક હડતાળ પાડી દીધી હતી. ડ્રાયવરની હડતાળ બાદ બે કલાક સુધી બસના પૈંડા થંભી ગયા હતા. પાલિકાએ ડ્રાઇવર સપ્લાય કરનારી એજન્સી સાથે વાટાઘાટ કરીને બસ સેવા ફરી શરુ કરાવી છે. પરંતુ આ બે કલાકની હડતાળના કારણે અનેક મુસાફરો અટવાયા હતા.

સુરત પાલિકા દ્વારા શરુ કરવામા આવેલી સામુહિક પરિવહન સેવા વિવાદનો બીજો પર્યાય બની ગઈ છે. પાલિકાએ સીટી બસ સેવા શરુ કરી છે તેમાં કન્ડકટર સપ્લાય કરનારી એજન્સી પુરો પગાર ન આપતી હોવાથી કન્ડકટર ટીકીટના પૈસા લઈને ટિકિટ ન આપતા હોવાની વ્યાપક ફરિયાદ છે. આ ફરિયાદનો અંત આવે તે પહેલાં આજે કામરેજ-સચીન અને ઉધના સચીન રુટ પર દોડતી બસના ડ્રાઈવરોએ અચાનક બસ બંધ કરી રોડ પર મુકી દીધી હતી. ડ્રાઇવરોએ ફરિયાદ કરતાં કહ્યું હતું કે છેલ્લા બે મહિનાથી પગાર મળ્યો નથી જેના કારણે સચીન સ્ટેશન પર બસ બંધ કરી દીધી હતી. 

આ રુટ પર દોડતી 11 બસ અચાનક બંધ થઈ જતાં રોજીંદા નોકરી ધંધા પર જતાં મુસાફરોને હાલાકી થઈ હતી. ડ્રાઇવર દ્વારા જ્યાં સુધી બાકી પગાર ચુકવવામાં નહી આવે ત્યાં સુધી બસ નહી દોડે તેવું કહેવાતા પાલિકાના અધિકારીઓ દોડતા થયાં હતા. પાલિકાએ ડ્રાઇવર  સપ્લાય કરનારી હંસા ટ્રાવેલ્સના સંચાલકો સાથે વાટાઘાટ કરી હતી અને તેને પગગે બે કલાક બાદ બસ સેવા પુર્વવત થઈ હતી. છેલ્લા ઘણાં વખતથી મેન પાવર સપ્લાય કરનારી એજન્સી દ્વારા કર્મચારીઓનું શોષણ થતું હોવાની વ્યાપક ફરિયાદ છે પરંતુ પાલિકા તંત્ર આ અંગે કોઈ પગલાં ભરતી ન હોવાથી આવા બનાવ બને છે. ડ્રાઇવર  દ્વારા પાડવામા આવેલી હડતાળના પગલે પાલિકાની ઈમેજને પણ ધક્કો લાગ્યો છે.


Google NewsGoogle News