Get The App

ડીંડોલીમાં સીટી બસમાં આગ લાગતા દોડધામ મચી : ૨૦ મુસાફરનો બચાવ

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
ડીંડોલીમાં સીટી બસમાં આગ લાગતા દોડધામ મચી : ૨૦ મુસાફરનો બચાવ 1 - image


- ડીઝલ પાઇપ ફાટી જતા અચાનક ધુમાડો નીકળવા માંડતા ડ્રાઇવરે તરત બસ થોભાવી દીધી અને પછી આગ લાગી

   સુરત :

ડીંડોલીથી સુરત રેલવે સ્ટેશન જતી વખતે ડીંડોલી રોડ પર રવિવારે સવારે સીટી બસમાં આગ ફાટી નીકળતા મુસાફરોમાં ભાગદોડ મચી ગઇ હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ડીંડોલીથી સુરત રેલવે સ્ટેશન તરફ રવિવારે સવારે જઈ રહેલી સીટી બસમાં ૧૫ થી ૨૦ મુસાફર સવાર હતા. તે સમયે ડીંડોલી રોડ પર સાંઈ પોઇન્ટ પાસે સીટી બસમાં ડીઝલનો પાઇપ ફાટી જતા અચાનક ધુમાડો નીકળવા માંડયો હતો. જેથી મુસાફરોમાં હલચલ મચી ગઇ હતી. બસ ચાલેકે સમય સૂચકતા વાપરીને બસને સાઈડમાં ઉભી રાખી દેતા મુસાફરો વારાફરતી નીચે ઉતરી ગયા હતા. આ સાથે ડ્રાઇવર અને કંડકટર પણ નીચે ઉતરી જતા બચી ગયા હતા. ત્યારબાદ બસમાં આગ ફાટી નીકળી હતી. આ અંગેનો કોલ મળતા ડીંડોલી સ્ટેશનના ફાયર જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો છંટાવ કરી થોડા સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગના લીધે ડ્રાઇવર સીટ, ડેસ બોર્ડ, વાયરીંગ સહિતને નુકસાન થયું હતુ. આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર સુત્રો જણાવ્યું હતુ. 


Google NewsGoogle News