વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન વખતે સુરતના 30 જેટલા રૂટ પર સીટી અને BRTS બસ દોડશે નહીં
PM Modi visits Surat : સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન સુરતના વડાપ્રધાનના રૂટ પર પાલિકાની સીટી અને બીઆરટીએસ બસના 30 રૂટ પર બસ નહી દોડાવવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં વડાપ્રધાન ની મુલાકાત દરમિયાન આ રૂટ પર મુસાફરી કરતા મુસાફરોએ ખાનગી વાહન કે રીક્ષાનો સહારો લેવો પડશે.
સુરતમાં વડાપ્રધાનની મુલાકાતમાં લાભાર્થીઓને લાવવા માટે ગુજરાતના અનેક વિસ્તારમાંથી 1500 જેટલી બસની સુવિધા ઉભી કરવામાં આવી છે અને તેની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. આ અંગે લોકોમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે તે દરમિયાન સુરત પાલિકાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂટ પરથી સીટી અને બીઆરટીએસ બસ દિવસ દરમિયાન નહી દોડાવાવનો નિર્ણય કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડમાં આવશે તે રૂટ પર બીઆરટીએસ અને સીટી બસના 30 રૂટ આવે છે અને તે રૂટ પર 448 બસ દિવસ દરમિયાન દોડે છે અને આ રૂટ પર મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ દોડી રહી છે. જોકે, આ દિવસે 448 દોડશે નહીં તેથી આ વિસ્તારમાં આવવા જવા માટે મુસાફરોએ ખાનગી વાહન કે રીક્ષાનું તગડું ભાડું ચૂકવી મુસાફરી કરવી પડશે.
વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન આ રૂટ પર બસ નહી દોડશે
- ઉધનાથી સચીન જીઆઈડીસી
- ઓએનજીસી-સરથણા નેચર પાર્ક
- ઓએનજીસી કોલોની કોસાડ ઇ.ડબ્લ્યુ.એસ એચ-2
- અલથાણ ડેપો ટર્મિનલ-અલથાણ ડેપો ટર્મિનલ (એન્ટિક લોકવાઇઝ)
- અલથાણ ડેપો-અલથાણ ડેપો (કલોકવાઈઝ)
- કોસાડ ડેપો-સચિન જી.આઈ.ડી.સી
- ખરવરનગર-કોસાડ
- જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ-અલથાણ ડેપો ટર્મિનલ
- કામરેજ ટર્મિનલ-સચિન સવે સ્ટેશન
- અડાજણ જી.એસ.આર.ટી.સી ગ્રૂપ (લોકવાઈઝ)
- અડાજણ જી.એસ.આર.ટી.સી (એન્ટિ-ક્લોકવાઇઝ)
- અભવા ગામ-રેલ્વે સ્ટેશન (વાયા રીંગ રોડ)
- રેલ્વે સ્ટેશન-ખજોદ ગામ (વાયા ભીમરાડ ગામ)
- રેલ્વે સ્ટેશન-ખજોદ ગામ (વાયા રીંગ રોડ)
- વી.એન.એસ.જી યુનિવર્સિટી-રેલ્વે સ્ટેશન
- એરપોર્ટથી રેલ્વે સ્ટેશન
- રેલ્વે સ્ટેશન ટર્મિનલ-ગેઈલ ઈન્ડિયા લિમિટેડ વીઆઈપી રોડ
- ઉમરા ગામ-કાપોદ્રા (વાયા રીંગ રોડ)
- ચોક ટર્મિનલ-રાજ અમ્પાયર ગોડાદરા
- ચોક ટર્મિનલ-સીકે પીઠાવાલા એન્જી.કોલેજ
- યોક ટર્મિનલ-ભીમપોર
- ચોક ટર્મિનલ-કાદી ફળિયા ડુમસ
- કોસાડ ગામ-વી.એન.એસ.જી યુનિવર્સિટી (વાયા ચંદ્રશેખર આઝાદ બ્રિજ)
- કતારગામ-લિંબાયત
- ખરવરનગર-ડભોલી
- ખરવરનગર-વેડ ગામ
- ખરવરનગર-ઉન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ
- ખરવરનગર- ભેસ્તાન ગાર્ડન
- ખરવરનગર- ભેસ્તાન ગાર્ડન (વાયા બમરોલી)
- ખરવરનગર-ભેસ્તાન ગાર્ડન (વાયા ગોવાલક
- એસ.એમ.સી વોર્ડ ઓફિસ લિંબાયત-સંકલ્પ રેસીડન્સી
- નીલગીરી સર્કલ લિંબાયત-સરથાણા નેચરપાર્ક
- અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક-ભેરનાન ગાર્ડન
- અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક-ભેસ્તાન (વાયા સુમન કેશવ)
- ડીંડોલી-વી.એન.એસ.જી યુનિવર્સિટી
- ઇસ્કોન સર્કલ-વી.એન.એસ.જી યુનિવર્સિટી
- ગેલ કોલોની વેસુ-જહાંગીરપુરા