Get The App

BZ કૌભાંડ કેસમાં એજન્ટ શિક્ષકની CIDએ કરી ધરપકડ, રૂ. 1 કરોડથી વધુનું કમિશન મેળવ્યું

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
BZ Ponzi scheme scam


BZ Ponzi scheme scam: BZ પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલે CID ક્રાઇમે સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ હતી. હવે આ કેસમાં મેઘરજના ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી. પટેલને સીઆઈડી કાઈમ તપાસ માટે શાળામાંથી ઉઠાવીને ગાંધીનગર પૂછપરછ માટે લઈ ગઈ હતી. તેની પૂછપરછ દરમિયાન મોટા ઘટશ્ફોટ થયા છે. આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં 1300 લોકો પાસેથી 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને તેણે 1 કરોડ રૂપિયાથી વધુનું કમિશન મેળવ્યું હતું. હાલ પોલીસે શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથી ધરી છે.

શિક્ષકને મોંઘીદાટ કાર ગીફ્ટમાં મળી હતી

બીઝેડ ગ્રૂપના સીઆઈડી દ્વારા નનામી અરજીના આધારે ગુનો નોંધી 6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રુપના સીઈઓ સહિત 7 આરોપીઓને જેલ હવાલે કર્યા છે. આ કૌભાંડ હજુ વધુ તપાસને લઈ સીઆઈડી ટીમે બુધવારે (22મી જાન્યુઆરી) મેઘરજની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી.પટેલને ચાલુ શાળાએથી ઊઠાવી લીધો હતો. પૂછપરછમાં આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં 1300 લોકો પાસેથી 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને તેણે 1 કરોડ રૂપિયાથી વધુનું કમિશન મેળવ્યું હતું. હાલ પોલીસે શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથી ધરી છે. નોંધનીય છે કે, બીઝેડ ગ્રૂપમાં એજન્ટની ભૂમિકા ભજવનાર અને મોંઘીદાટ મર્સીડીઝ બેન્ઝ કાર ગીફ્ટ મેળવી હતી.

આ પણ વાંચો: એક વર્ષની બહેનના રુદનથી કંટાળેલા 13 વર્ષના ભાઈએ કરી હત્યા, સુરતમાં બની હચમચાવતી ઘટના


આ શિક્ષકના અગાઉ ગીફટ લેતા વાયરલ થયેલા વીડિયોને પગલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ પણ અપાઈ હતી. તેના દ્વારા અપાયેલ નિયંત્રણ કાર્ડ પણ કબજે કરાયા હતા. સીઆઈડી દ્વારા બીઝેડ કૌભાંડમાં વધુ તપાસ અર્થે જિલ્લાના મેઘરજના ઈસરી ગામના વિનુભાઈ ધર્માભાઈ પટેલની અટકાયતથી આ બીઝેડ ગ્રુપના અન્ય એજન્ટો જે થોડાક સમયથી બજારોમાં ફરી રહ્યા હતા તેવા પૈકીના કેટલાક ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ શિક્ષકે બીઝેડની ટુરમાં વિદેશ પ્રવાસ કર્યો હોવાની પણ ચર્ચાઓ ઊઠી હતી.

BZ કૌભાંડ કેસમાં એજન્ટ શિક્ષકની CIDએ કરી ધરપકડ, રૂ. 1 કરોડથી વધુનું કમિશન મેળવ્યું 2 - image


Google NewsGoogle News