ચોટીલા ચામુંડા માતાજી મંદિરના પુજારીનું અપહરણ કરી રૂા. 10 લાખ પડાવી લીધા
મિત્રે નાણા મેળવી ભરપાઈ ન કરતા પુજારી ઉપર ધોંસ બોલી : 7 વર્ષ પહેલા મિત્રને નાણાની જરૂરિયાત થતાં દોઢ લાખ રૂપિયા પુજારીએ વચ્ચે પડીને અપાવ્યા બાદ ચાલીસ લાખની માગણી કરી ધાકધમકી આપી દુકાનેથી કારમાં અપહરણ કર્યું
ચોટિલા, : ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે સેવાપુજા કરતા અને તળેટીમાં દુકાન ધરાવતા પુજારીએ એમના મિત્રના જામીન બનીને સાત વર્ષ પહેલા રૂા.દોઢ લાખ અન્ય શખ્સો પાસેથી વ્યાજે અપાવ્યા બાદ આ મિત્રએ પૈસા ભરપાઈ ન કરતા ચોટીલાના પાંચ શખ્સોએ દુકાનેથી કારમાં અપહરણ કરી માર મારી ચાલીસ લાખની ઉઘરાણી કરી બાદમાં રૂા.દસ લાખ પડાવી લેતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ બાબતે પુજારીએ ચોટીલાના યુવરાજભાઈ જગુભાઈ ખાચર, સત્યરાજભાઈ જગુભાઈ ખાચર, હરેશભાઈ દનકુભાઈ જળુ સહિત ચાર શખ્સો સામે ચોટીલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આજથી આશરે સાત આઠ વર્ષ પહેલા ચોટીલા મંદિરના પુજારી ગોૈતમગીરી ઉર્ફે ગોપીમહારાજ ઘનશ્યામગીરી ગોસાઈના મિત્ર વિરભદ્રસિંહ ચૌહાણ નાઓએ કુંઢડા ગામના યુવરાજભાઇ જગુભાઇ ખાચર પાસેથી દોઢ લાખ રૂપિયા 12.5% લેખે વ્યાજવા રૂપિયા લીધેલ હતા અને તે વ્ય વહારમાં પુંજારી વચ્ચે રહેલ હતા. નવેક મહિના પછી નાણા લેનાર તેના મિત્ર વિરભદ્રસિંહ ચૌહાણએ નાણા ધીરનાર યુવરાજભાઇ ખાચરને રૂપિયા આપેલ નહિ જેથી યુવરાજભાઇ પુજારી ગૌતમગીરી પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવા લાગેલ હતા.અને ે વ્યાજસહિતના રૂપિયા 18,00,000/- ની અવાર નવાર માંગણી કરી હેરાન પરેશાન કરતા હતા .તે વખતે પણ આ યુવરાજભાઇ જગુભાઇને પુજારીને સમજાવેલ હતા. આમ છતા યુવરાજભાઇ અવાર નવાર હેરાન પરેશાન કરતા હતા જેથી 2017 ના બીજા મહિનામાં ફ રીયાદ આપેલ હતી .આથી વધુ ક્રોધે ભરાઈને તેનું મનદુખ રાખી યુવરાજભાઇ પાસેથી કોઇ હાથ ઉછીના કે વ્યાજવા રૂપિયા લીધેલ ન હોવા છતાં યુવરાજભાઇ જગુભાઇ ખાચર વિગેરે પુજારી પાસે પઠાણી ઉઘરાણી ક રી વ્યાજસહીતના 40 લાખ રૂપિયાની માંગણી કરતા હતા. જે રકમ આપવાની ના પાડતા યુવરાજભાઇ જગુભાઇ ખાચર તથા તેના ભાઇ સત્યરાજભાઇ જગુભાઇ ખાચર રહે.,કુંઢડા તા.ચોટીલા વાળા તેમજ થાનગઢના હરેશ ભાઇ દનકુભાઇ જળુ તથા એક અજાણ્યો માણસ આવી પુજારી સાથે બળજબરી કરી બલેનો ગાડીમાં બેસાડી દીધા હતા. તેમજ બળજબરીથી અપહરણ કરી ઉઠાવી ગયા હતા. એ પછી યુવરાજભાઇએ પુજારીને ે છરી બતાવી મોતના ભયમાં મુકી મોબાઇલ ફોન બળજબરીથી કઢાવી લીધો હતો.
તેમની સાથે અટકાયતમાં રાખી યુવરાજભાઇ અને સત્યરાજભાઇ તથા તેની સાથે આવેલ અજાણ્યા માણસે પુજારીને ઢીંકાપાટુનો તેમજ લોખંડના પાઇપથી માર મારી મારી નાખવાની ધમકી આપેલ હતી.પુજારીના ભાઈ સચિનગીરીને ફોનમાં દબડાવી રૂા.દસ લાખ આપવાની માગણી કરી હતી. અને જો પૈસા નહી આપો તો ગૌતમગીરીના ટુકડેટુકડા કળશે એવી ધમકી આપી હતી. પુજારીને ે છોડી મુકવાના દસ લાખ રૂપીયા કઢાવી લીધેલ હતા.તો યુવરાજભાઇ જગુભાઇ ખાચર તથા તેના ભાઇ સત્યરાજભાઇ જગુભાઇ ખાચર રહે.,કુંઢડા તા.ચોટીલા વાળા તેમજ થાનગઢના હરેશભાઇ દનકુભાઇ જળુ તથા એક અજાણ્યો માણસે જો તમે પોલીસમાં ફરિયાદ કરશો તો બાપ દીકરા સહીત ત્રણેયને મારી નાખશુ એવી ધમકી આપી હતી. જેથી આ યુવરાજભાઇ અને સત્યરાજભાઇ ફરીવાર અમારી સાથે ઝઘડો કરશે તેવી બીક લાગતા પુજારીએ કોઇ પોલીસ ફરીયાદ કરવા આવેલ ન હતા.પરંતુ આખરે હવે ફરિયાદ કરી હતી.