ભેજાબાજ ચિંતન પટેલ યુવતીને ફસાવી લગ્ન કરી છેતરપિંડી બાદ રફૂચક્કર
વડોદરા,વડોદરાનો ચિંતન પટેલ અનેક મોટા નેતાઓ સાથે ફોટા પડાવી અલગ અલગ આઈડી બનાવી અનેક મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી ટાર્ગેટ કરતો હતો. જેમાં ભરૃચની ભાજપની મહિલા અગ્રણી પણ ફસાઈ ગઈ હતી અને તેની પાસેથી લાખો પડાવ્યા હતા. આ મહિલાને સોશિયલ મીડિયાઉપર સંખ્યાબંધ ફોટા વાયરલ કરીને મહિલા આપઘાત કરવા પ્રેરાય તે પ્રકારનો ટોર્ચર કરવામાં આવ્યો હતો. મહિલા અગ્રણીએ આખરે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ આપી હતી. ચિંતન પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
ચિંતન પટેલે ધૂ્રવ પટેલ નામ ધારણ કરી નકલી આધારકાર્ડ બનાવી, દક્ષિણ ગુજરાતની યુવતીને ફસાવી લાખો ખંખેર્યા
ચિંતન પટેલે વડોદરામાં ગંભીર પ્રકારની છેતરપિંડીના ગુનાઓ આચરેલા છે.ભરૃચની મહિલા બાદ ચિંતન પટેલે પોતાનું નકલી આધારકાર્ડ ધુ્રવ પટેલ તરીકે બનાવી મહારાષ્ટ્રમાં નવસર્જન ભારત પાર્ટીમાં પોતે હોદેદાર હોવાન નિમણૂંક પત્ર દર્શાવી દક્ષિણ ગુજરાતની એક યુવતીને ભોગ બનાવી પોતે તેની સાથે મંદિરમા લગ્ન કરી છેતરપિંડી કરી છે.
જે યુવતીને ધુ્રવ પટેલ તરીકેની ઓળખ આપી આધારકાર્ડ બતાવ્યું હતું તેવા પૂરાવા સોશિયલ મીડિયા ઉપર યુવતીએ વાયરલ કર્યા છે. યુવતીના ઘણા લોકો સાથે ટેલિફોનિક અને સ્પષ્ટ કહે છે કે ચિંતન પટેલે મને ધુ્રવ પટેલ તરીકેની ઓળખ આપી હતી. તે આધારકાર્ડ પણ બતાવ્યું હતું.
લાખો રૃપિયા ચિંતને પડાવ્યા હોવાના આક્ષેપ કર્યા છે. યુવતીને ચિંતન પટેલના બંને આધારકાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ કરીને મહિલાઓને સાવચેત રહેવા અપીલ કરી હતી