Get The App

નકલી MLA બની છેતરપિંડી કરતો મહાઠગ ચિંતન પટેલ આખરે વડોદરાથી ઝડપાયો

ગુજરાતમાં નકલીઓની ભરમાર વચ્ચે હવે બાકી હતું તે નકલી ધારાસભ્ય પણ આવી ગયા

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
નકલી MLA બની છેતરપિંડી કરતો મહાઠગ ચિંતન પટેલ આખરે વડોદરાથી ઝડપાયો 1 - image

ભરૃચ,ભરૃચ જિલ્લા ભાજપના મહિલા આગેવાનને બદનામ કરનાર મહાઠગને ભરુચ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયો છે. મહાઠગ ચિંતન પટેલ ભાજપના નેતાો સાથે ફોટો પડાવી, ફેસબુક પર એમએલએ લખી અને પોતે બહુ મોટો બિઝનેસમેન હોય તે ડંફાસો મારી મહિલાઓને પોતાના વશમાં કરતો હતો. ગુજરાતમાં કોઇપણ હોદ્દા નકલીમાં બાકી રહ્યા નથી. ગુજરાતમા ંબાકી હતું તે નકલી ધારાસભ્ય પણ સામે આવી ગયા છે. એમએલએ ચિંતન પટેલ તરીકેની ઓળખ આપી સંખ્યાબંધ લોકો સાથે તેણે છેતરપિંડી કરવા સાથે મહિલાઓને ઠગી હતી.  વડોદરામાં કેટલાય સમયથી આશ્રય મેળવનાર ચિંતન વડોદરાના અનેક ગુનાઓમાં વોન્ટેડ હોવા છતાં હાથ લાગતો નહતો.

ગુજરાતમાં નકલી સીએમઓ, નકલી કચેરીઓ, નકલી કિન્નરો, નકલી પીએમઓ, નકલી ટોલનાકુ, નકલી સીઆઇડી, નકલી જજ અને નકલી કોર્ટ બાદ ચિંતન પટેલ નકલી ધારાસભ્ય તરીકે બહાર આવ્યો છે. સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરનાર ચિંતન પટેલ સામે માત્ર ભરુચ જિલ્લામાં નહીં પણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં તેની સામે ગુનાઓ દાખલ થયા છે. છઠ્ઠા એડિશનલ જજ અને જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસની કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ ૭૦ મુજબ ચિંતન પ્રભુદાસ પટેલનું શખ્સનું વોરંટ ઇશ્યૂ કર્યા બાદ ભરુચ પોલીસે વડોદરાથી તેને ઝડપી પાડયો છે. ચિંતન પટેલે ભૂતકાળમાં ભાજપના મહિલા આગેવાન સાથેના મોર્ફ કરેલા ફોટો વાયરલ કરી મહિલા અગ્રણીને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેની વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચિંતન પટેલનો લાંબો ગુનાઇત ભૂતકાળ છે. ચિંતને ભૂતકાળમાં અનેક મહિલાઓને પોતાની જાળમાં ફસાવીને પૈસા પડાવવા ઉપરાંત વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે ઠગાઇ કરી છે.

વિદેશમાં પોતાની સોનાની ખાણ હોવાની ડંફાસો મારતી ફેસબુક પર પોસ્ટ મુકતો હતો. રૃપિયાના બંડલો ફેસબુક પર પોસ્ટ કરી તે દાનમાં આવતો હોવાની ભ્રામક પોસ્ટ કરી લોકોને પોતાની વાતોમાં ફસાવતો હતો. ચિંતને પોતાની છાપ ઉભી કરવા માટે ભાજપના મોટા નેતાઓ સાથે ફોટા પડાવતો હતો. ભાજપના નિશાન સાથે પોતાનું વિઝિટીંગ કાર્ડ છપાવ્યુ ંહતું. પોતાની ઓળખ શ્રી રામ સેનાના અધ્યક્ષ તરીકે આપતો હતો. વડોદરામાં પણ તેની સામે અનેક ગુના દાખલ થયા છે. ભરુચ સાયબર ક્રાઇમ પોલીસે તેને પકડી પાડતા હવે પૂછતાછમાં આગામી દિવસોમાં તેના વધુ કારનામા બહાર આવે તેવી શકયતા છે.


ભરૃચ ભાજપની મહિલા અગ્રણી સાથે ફોટા પડાવી પ્રેમપ્રકરણ વાયરલ કર્યું હતું

ચિંતન પટેલની ઠગાઇનો ભોગ બનેલી ભાજપની મહિલા અગ્રણીએ અગાઉ કહેલું કે કોરોના કાળમાં મારી માતાને ઓક્સિજનના બોટલની જરૃર હોવાથી તે વખતે ચિંતન પટેલ સાથે પરિચય સોશિયલ મીડિયા થકી થયો હતો. ત્યારબાદ તે મારા ઘરે અવરજવર કરતો થયો હતો. ભાજપમાં ઊંચા પદ પર હોવાથી તેણે સાથે ફોટા પડાવી તે ફોટાઓનો ગેરકાયદે ઉપયોગ કર્યો હતો. આ ફોટા એડીટીંગ કરી પ્રેમપ્રકરણ હોવાનું ખોટું દર્શાવી સોશિયલ મીડિયા ઉપર પ્રકરણ વાયરલ કર્યું હતું. જેથી ભરૃચ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. રાજકીય કારકિર્દી પતાવી દેવા માટે ચિંતન પટેલે ભરૃચના જ કેટલાક ભાજપના અગ્રણીઓનો સહકાર રહ્યો હતો. તપાસ કરવામાં આવે તો ભરૃચમાં જ ઘણી મહિલાઓ સાથે આ ચિંતન પટેલે છેતરપિંડી કરી હોવાનું પણ બહાર આવી શકે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.


Google NewsGoogle News