લાલબત્તી સમાન કિસ્સો, મહીસાગરમાં સ્કૂલમાંથી અપાયેલા રમકડામાં વિસ્ફોટ, બાળકે ગુમાવી આંખ
Toy Battery Blast In Mahisagar: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બેટરીમાં વિસ્ફોટ થવાની ઘટનાઓ વધી રહી છે. રમકડાની બેટરીમાં વિસ્ફોટ થવાના કારણે બાળકો ઈજાગ્રસ્ત થાય છે. આ દરમિયાન મહીસાગર જિલ્લામાં નાના બાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રમકડાંમાં વિસ્ફોટ થતાં એક બાળકે આંખ ગુમાવી દીધી છે.
જાણો શું છે મામલો?
મળતી માહિતી અનુસાર, મહીસાગર વીરપુરના કોયડેમના ધોરણ 2માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ઈલેક્ટ્રિક રમકડાથી રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક રમકડાની લિથિયમ બેટરી બ્લાસ્ટ થઈ હતી. જેના કારણે વિરેન્દ્રસિંહ ઠાકોર નામના બાળકે આંખ ગુમાવી હતી. આ ઉપરાંત બાળકને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને રમકડા આપ્યા હતા.