સ્કૂલવાન ચલાવતા સગીર કિશોર દ્વારા વાનમાં આવતી બાળાઓને અડપલા
જુવેનાઇલ જસ્ટીસ બોર્ડે સગીરને ત્રણ વર્ષ માટે સેફ્ટી હોમમાં રાખવાનો હુકમ કર્યો
વડોદરા,સ્કૂલવાન ચલાવતા સગીર વયના કિશોર દ્વારા વાનમાં આવતી બાળકીઓ સાથે બીભત્સ અડપલા કરવામાં આવતા તેની સામે ફરિયાદ નોધાઇ હતી. આ કેસ ચાલી જતા ત્રણ સભ્યની જ્યુરીએ સગીરને ત્રણ વર્ષ માટે સેફ્ટી હોમમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.
છાણી પોલીસ સ્ટેશનમાં માર્ચ - ૨૦૨૪ માં એક ગુનો દાખલ થયો હતો. જેની વિગત એવી છ ેકે, સ્કૂલવાન ચલાવતા સગીર દ્વારા વાનમાં આવતી જુનિયર કે.જી.ની બાળાઓ સાથે બીભત્સ છેડછાડ કરવામાં આવતી હતી. જે અંગેનો કેસ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ સમક્ષ ચાલી ગયો હતો. વાલીઓએ જે - તે સમયે સ્કૂલની શિક્ષિકાઓ સમક્ષ રજૂઆત કરી હતી. આ ઉપરાંત એન.જી.ઓ. ની પણ મદદ બાળકીઓના કાઉન્સેલિંગ માટે લેવામાં આવી હતી. આરોપી સ્કૂલ પાસે જ વાન ઉભી રાખીને ચોકલેટ આપીને આવી હરકતો કરતો હતો. અદાલતે બાળ કિશોરને ત્રણ વર્ષ માટે સેફ્ટી હોમમાં મોકલવાનો હુકમ કર્યો છે. તેમજ બે લાખ રૃપિયા જુવેનાઇલ જસ્ટીસ ભંડોળમાં જમા કરવવા પણ ઓર્ડર કર્યો છે.