Get The App

બેકાબૂ ઇકો કારની ટક્કરે લગ્ન પ્રસંગે ગયેલાં બાળકનું મોત

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
બેકાબૂ ઇકો કારની ટક્કરે લગ્ન પ્રસંગે ગયેલાં બાળકનું મોત 1 - image


માણસાના ડોળીપાળ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત

અનોડીયા અંબાજીપુરાના ખેડૂત પુત્રના મોતથી નાનકડા ગામમાં શોકની લાગણી

માણસા :  માણસા તાલુકાના અનોડીયા અંબાજીપુરા ખાતે રહેતા ખેડૂતનો પુત્ર ગઈકાલે ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં ગયો હતો અને ચાલતો ચાલતો ડોડીપાળ બસ સ્ટેન્ડ નજીક પહોંચ્યો તે સમયે એક ઇકો કારના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી આ બાળકને ટક્કર મારતા તેને મોઢાના ભાગે માથાના ભાગે અને શરીર પર ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને વધુ સારવાર મળી તે પહેલા જ કરુણ મોત નિપજ્યું હતું જે બાબતે માણસા પોલીસે ઇકો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના અનોડીયા અંબાજીપુરા, ડોળીપાળ ગામના વતની અને ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાઠોડ કિશનસિંહ રૃપસિંહનો બાલવાટિકામાં અભ્યાસ કરતો છ વર્ષીય પુત્ર રુદ્રપાલસિંહ ગઈ કાલે ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી સવારે ચાલતો ચાલતો ગામમાં જઈ રહ્યો હતો અને જ્યારે તે  ડોડીપાળ ગામના બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો તે વખતે એક ઇકો કારના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આ બાળકને ટક્કર મારતા તેને મોઢાના,માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી તે સમયે અકસ્માતની જાણ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ બાળકને તાત્કાલિક પ્રથમ પ્રાંતિજ સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે હિંમતનગર લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સારવાર મળે તે પહેલા જ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જનાર ઇકો કારનો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ભાગી છૂટયો હતો જે બાબતે મૃતક બાળકના પિતાએ માણસા પોલીસ સ્ટેશનને ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News