છાણી પોલીસે પ્રોહિબીશનના આરોપીની પાસા હેઠળ અટકાયત કરી

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
છાણી પોલીસે પ્રોહિબીશનના આરોપીની પાસા હેઠળ અટકાયત કરી 1 - image


                                                                Image Source: Freepik

વડોદરા, તા. 25 સપ્ટેમ્બર 2023 સોમવાર

પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા આરોપી ની છાણી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી ભાવનગરની જેલમાં મોકલી આપવામાં આવે છે. વડોદરા શહેરમાં પ્રોહી, જુગાર સહિતની અસામાજિક પ્રવૃતી તથા ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરુધ્ધ કડક અટકાયતી પગલાઓ લેવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુચના અપાય છે.જેના આધારે છાણી પોલીસ સ્ટેશનના ગુનામાં મુખ્ય આરોપી રઘુવિરસિંહ મદનસિંહ રાઠોડ (રહે.પરડોદાસ ગામ, પોસ્ટ- સોડાર, થાના-રોયલા, તા-ઓરડા, જિ- ભીલવાડા, રાજસ્થાન) ની અટક કરવામાં આવી છે. 

ત્યારબાદ આ આરોપી જામીન પર છુટ્યા બાદ આરોપીના અટકાયતી પગલા લેવાના ભાગરૂપે છાણી પોલીસ સ્ટેશનના પીઆઇએ આરોપી વિરુધ્ધ પ્રપોઝલ તૈયાર કરી પોલીસ કમિશ્નરની કચેરી તરફ મોકલી આપતા પોલીસ કમિશ્નર દ્વારા પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું.જેથી છાણી પોલીસે આરોપીની પાસા અટકાયતી હેઠળ ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News