નવરાત્રી, દશેરા તહેવાર નિમિત્તે વડોદરા કોર્પોરેશનનું ચેકિંગ : ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત, 126 નમૂના લીધા
Vadodara Corporation Food Cheaking : નવરાત્રી તેમજ દશેરા તહેવાર નિમિત્તે પાલિકાના કમિશનર દિલીપ રાણાની સુચના હેઠળ અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ખોરાક શાખા ખાતે ફરજ બજાવતા ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા નવરાત્રી મહોત્સવના વિવિધ જગ્યા પર ખાદ્ય પદાર્થોના સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવેલ હતી.
ગુજરાત સરકાર તેમજ વડોદરા પાલિકા દ્વારા જાહેર જનતાને શુધ્ધ સાત્વિક અને સલામત આહાર મળી રહે તે માટે ફુડ બીઝનેશ ઓપરેટરો ખાધ્ય સલામતી અંગે અવેરનેશ આવે તેમજ ખોરાકમાં થતી ભેળસેળ અટકે અને જે તે જગ્યાએ સ્વચ્છતા તેમજ સુવિધાઓ જળવાઇ રહે તે માટે ફુડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણી દરમ્યાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના નમુના લેવા, ઇન્સ્પેક્શન કરવા, શંકાસ્પદ માલ સીઝ કરવા વિગેરે જેવા કાર્યક્રમો કરવાના થાય છે. ફુડ સેફ્ટી પખવાડિયુ ઉજવણી દરમ્યાન વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી દૂધ તેમજ દુધની બનાવટો, જુદી-જુદી બ્રાન્ડના તેલ, મસાલા, બેકરી આઇટમ, બેસન, રો-મટેરીયલ્સ વિગેરેના 126 નમુનાઓ લેવામાં આવેલ. જે નમુનાઓમાંથી 70 નમુનાઓને પૃથ્થકરણ અર્થે ગુજરાત ટેસ્ટ લેબ પ્રા.લિ. અમદાવાદ તેમજ 56 નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતે મોકલી આપવામાં આવેલ. 53 પેઢીઓમાં ઇન્સ્પેક્શન કરવામાં આવેલ તેમજ રૂ.2,28,620.5ની કિંમતનો 1510.7 કિ.ગ્રા. શંકાસ્પદ ખાધ્ય પદાર્થનો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. શહેરની જુદીજુદી સ્કુલો, મંદિરો, ગરબા ગ્રાઉન્ડો વિગેરેમાં મળી ૧૯ જેટલા અવેરનેશ કેમ્પ કરવામાં આવેલ. કેમ્પ દરમ્યાન 2 લાખ જેટલા નાગરીકોને ખાધ્ય ખોરાકમાં થતી ભેળસેળ બાબતે અવેર કરવામાં આવ્યા. મીઠાઇ-ફરસાણ, કેટરર્સ વિગેરે એસોસીએશનના હોદ્દેદારો સાથે 8 જેટલા ટ્રેનિંગ પ્રોગ્રામ કરવામાં આવ્યા જેમાં ફુડ બીઝનેશ ઓપરેટરોએ ખાધ્ય સલામતી અંગે ધ્યાનમાં રાખવા જેવી બાબતોને ચર્ચાઓ કરવામાં આવી.
નવરાત્રી તેમજ આગામી દશેરા પર્વ નીમીત્તે ખોરાક શાખા દ્વારા ગરબા ગ્રાઉન્ડ તેમજ મીઠાઇ-ફરસાણની દુકાનોમાં સઘન ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવેલ. જેમાં નવરાત્રીમાં જુદા-જુદા ગરબા ગ્રાઉન્ડ ખાતે ફુડ સ્ટોલમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયેનું રજીસ્ટ્રેશન લીધેલ છે કે કેમ? તેમજ સ્વચ્છતા બાબતે ઇન્સ્પેક્શન કરવામાં આવેલ. તેમજ દશેરા તહેવાર નીમીત્તે મીઠાઇ-ફરસાણના ઉત્પાદકો તેમજ દુકાનોમાં ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવેલ. જે ઉત્પાદક પેઢીઓ તેમજ દુકાનોમાંથી ઘી, બેસન, તેલ, રો-મટેરીયલ્સ વિગેરેના 30 નમુનાઓ લેવામાં આવેલ. જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લોબોરેટરી, ફતેગંજ ખાતે મોકલી આપવામાં આવેલ છે.