Get The App

જામનગરમાં તહેવારોને લઈને પાલિકાની ફૂડ શાખાનું સઘન ચેકિંગ : મીઠાઈ-ફરસાણના એકત્ર કરી લેબમાં મોકલ્યા

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
જામનગરમાં તહેવારોને લઈને પાલિકાની ફૂડ શાખાનું સઘન ચેકિંગ : મીઠાઈ-ફરસાણના એકત્ર કરી લેબમાં મોકલ્યા 1 - image


Food Checking in Jamanagar : જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને મીઠાઈ ફરસાણના વિક્રેતાઓને ત્યાં શુદ્ધ અને સાત્વિક સામગ્રી મળી રહે, તેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા વિશેષ ચેકિંગ રાખવામાં આવી રહ્યું છે, અને મીઠાઈ ફરસાણાના સેમ્પલો એકત્ર કરવામાં આવી રહ્યા છે.

જામનગરમાં તહેવારોને લઈને પાલિકાની ફૂડ શાખાનું સઘન ચેકિંગ : મીઠાઈ-ફરસાણના એકત્ર કરી લેબમાં મોકલ્યા 2 - image જામનગરમાં નગરપાલિકાની ફુડ શાખાએ આજે સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલી સંખ્યાબંધ મીઠાઈ ફરસાણની દુકાનોમાં સામુહિક રીતે ચેકિંગ હાથ ધર્યું હતું, અને દુકાનમાં રાખવામાં આવેલી તૈયાર મીઠાઈઓ તેમજ ફરસાણ વગેરેના સેમ્પલો એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઈને ભારે દોડધામ થઈ છે.


Google NewsGoogle News