Get The App

સુરતમાં બુટલેગરો અને વૉન્ટેડ તત્ત્વો સામે સકંજો, 1600 ઘરોમાં 100 પોલીસકર્મીનું સર્ચ ઓપરેશન

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
સુરતમાં બુટલેગરો અને વૉન્ટેડ તત્ત્વો સામે સકંજો, 1600 ઘરોમાં 100 પોલીસકર્મીનું સર્ચ ઓપરેશન 1 - image


Search Oparation in Surat: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા પાટા પર લાવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બુટલેટરો તેમજ વૉન્ટેડ અને અસામાજિક તત્ત્વો પર સકંજો કસવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ સુરતના ભેસ્તાનમાં મધરાતે બે વાગ્યાથી પરોઢિયે પાંચ વાગ્યા સુધી 100થી વધુ પોલીસકર્મીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન 50 જેટલાં હિસ્ટ્રીશીટરની યાદી સાથે 1600થી વધુ ઘરોની તપાસ કરાઈ હતી. આ દરમિયાન 4 નાઈટ વિઝન ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તારનું પણ ચેકિંગ કરાયું હતું. બાદમાં કેટલાક લોકોની અટકાયત કરાઈ હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.

સુરતમાં બુટલેગરો અને વૉન્ટેડ તત્ત્વો સામે સકંજો, 1600 ઘરોમાં 100 પોલીસકર્મીનું સર્ચ ઓપરેશન 2 - image

સુરત પોલીસે તૈયાર કર્યું 50 લોકોનું લિસ્ટ

સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં DCP ઝોન-2 વિસ્તારના ડીંડોલી, લિંબાયત, ઉધના, ગોડાદરા, સલાબતપુરા પોલીસ સ્ટેશનોના કર્મચારીઓની અલગ-અલગ 7 ટીમો બનાવીને આ સર્ચ ઓપરેશન કરાયું હતું. આ દરમિયાન પોલીસ પોતાની સાથે બુટલેગરો સહિતના હિસ્ટ્રીશીટરોની યાદી લઈને પહોંચી હતી, જેમાં આ વિસ્તારના ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના નામ હતા. આ યાદીમાં હતા તેવા 50થી વધુ લોકોની પૂછપરછ કરાઈ હતી. એટલું જ નહીં, પોલીસે ચાર ડ્રોનની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ પર એરિયલ ચેકિંગ પણ કર્યું હતું.  


સુરતમાં બુટલેગરો અને વૉન્ટેડ તત્ત્વો સામે સકંજો, 1600 ઘરોમાં 100 પોલીસકર્મીનું સર્ચ ઓપરેશન 3 - image

પોલીસે સમગ્ર ભેસ્તાનને ઘેરી લીધું હતું 

ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ભેસ્તાન આવાસ જે ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે, ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમે ચેકિંગમાં જોયું કે કોઈ પ્રતિબંધિત વસ્તુ છે કે નહીં. ખાસ કરીને આ વિસ્તારના એરિયાના વ્યૂ  અને એરિયા ચેકિંગ માટે નાઈટ વિઝન ડ્રોનનો પણ ઉપયોગ કરાયો હતો. આ સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ આખો વિસ્તાર કોર્ડન કરી આખા ભેસ્તાન વિસ્તારને ઘેરી લીધો હતો. અમે કેટલાકની અટકાયત પણ કરી છે, જેમની પૂછપરછ શરૂ કરાઈ છે. જે લોકો નથી મળ્યા, તેમને ત્યાં અમે આગામી દિવસોમાં ફરી ચેકિંગ કરીશું. આ વિસ્તારના રહેવાસી હોવા છતાં તે સમયે આ લોકો ક્યાં હતા, તે અંગેની પૂછપરછ પણ કરીશું.

સુરતમાં બુટલેગરો અને વૉન્ટેડ તત્ત્વો સામે સકંજો, 1600 ઘરોમાં 100 પોલીસકર્મીનું સર્ચ ઓપરેશન 4 - image

કોમ્બિંગની દરમિયાન ચેકિંગ કરાયેલી કામગીરી

- હથિયારધારા જાહેરનામાનો ભંગ કરતા કુલ 5 શખ્સ વિરુદ્ધ જી.પી.એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી.

- કોમ્બિંગની દરમિયાન સુલેહ શાંતિનો ભંગ કરે તેવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં BNSS 126,170 મુજબ 6 કેસ કરી અટકાયતી પગલાંની કામગીરી કરાઈ.

- ભેસ્તાન આવાસની બહાર નીકળવાના 6 રસ્તા (ગેટ) ઉપર અલગ-અલગ 6 ટીમ દ્વારા વાહન ચેકિંગ કરી, નંબર પ્લેટ વગરના, ફોલ્ટી નંબર પ્લેટ વાળા, વાહનના દસ્તાવેજ વગરના કુલ 50 વાહન ચેક કરાયા.

- કોમ્બિંગ દરમિયાન MCR-H.S.-237, ટપોરી 5, તડીપાર 6, લિસ્ટેડ બુટલેગર 7, NDPS નાસતા ફરતા તથા શકમંદ ચેક 11, સક્રિય ગુનેગાર 37 શખ્સો ચેક કરવામાં આવ્યાં.

- કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલ MCR,H.S., ટપોરી, શકમંદ, સક્રિય ગુનેગાર 50 શખ્સોની પૂછપરછ કરવામાં આવી.

- કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલા એક શખસ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો.

સુરતમાં બુટલેગરો અને વૉન્ટેડ તત્ત્વો સામે સકંજો, 1600 ઘરોમાં 100 પોલીસકર્મીનું સર્ચ ઓપરેશન 5 - image

Google NewsGoogle News