Get The App

ધર્મગુરૂના પુત્રની સારવારના નામે શિક્ષિકા સાથે છેતરપિંડી

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
ધર્મગુરૂના પુત્રની સારવારના નામે શિક્ષિકા સાથે છેતરપિંડી 1 - image


અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ

નડિયાદના ગુતાલ પ્રા.શાળાના વિકલાંગ શિક્ષિકાને ફોટા મોકલી ડૉક્ટર સાથે વાત કરાવી ૯૯,૫૦૦ ટ્રાન્સફર કરાવ્યા

નડિયાદ: નડિયાદ પશ્ચિમમાં રહેતા શિક્ષિકા સાથે ધર્મગુરુના દીકરાના ઓપરેશન માટે રૂપિયાની જરૂર હોવાનું કહી ગઠિયાએ રૂા. ૯૯,૫૦૦નું સાયબર ફ્રોડ આચર્યું હતું. આ અંગે નડિયાદ તાલુકાના ગુતાલ પ્રાથમિક શાળાના વિકલાંગ શિક્ષિકાએની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ શિવ દર્શન સોસાયટી સંત રામેશ્વર મહાદેવ રોડ પર રહેતા અદિતીબેન પ્રશાંતભાઈ શાહ ગુતાલ પ્રાથમિક શાળામાં શિક્ષકા છે. તેમનું બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ છે અને બંને પતિ પત્ની અપંગ છે. તા. ૨૨ ડિસેમ્બરે શિક્ષિકાના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વારંવાર કૉલ આવતા વિદ્યાર્થીના વાલીનો હોવાનું માનીને રિસિવ કરતા ચંપારણ ખાતે ગાદીવાળા આપણા વૈષ્ણવ સમાજના ધર્મગુરૂના છોકરાનો અકસ્માત થયો હોવાથી સુરત કિરણ હોસ્પિટલમાં દાખલ કરેલો છે. 

તેના ઓપરેશન માટે પૈસાની જરૂર હોવાથી મેં એક લાખ રૂપિયા જમા કરાવ્યા છે. મારા એકાઉન્ટની લિમિટ પૂરી થઈ ગઈ હોવાથી બીજા રૂપિયા મારા એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થઈ શકે તેમ નથી. તેમજ ગઠિયાએ જણાવી હોસ્પિટલના ફોટા મોકલી ડૉક્ટર સાથે અંગ્રેજીમાં વાત કરાવી હતી. 

બાદમાં હું તમારા ખાતામાં બે લાખ ટ્રાન્સફર કરૂ છું જે તમે બે જુદા જુદા એકાઉન્ટ નંબરમાં મોકલી દેજો તેમ ગઠિયાએ જણાવ્યું હતું.

બાદમાં શિક્ષિકાના વૉટ્સએપમાં રૂા. ૧ લાખનો જમા થયાનો ફેક મેસેજ કર્યો હતો. જેનો સ્ક્રીનશોર્ટ પાડવા જતા તે ડિલેટ મારી દઈ શિક્ષિકાને અન્ય મોબાઈલ નંબર આપી તેમાં રૂપિયા મોકલવા જણાવ્યું હતું. જેથી આપેલા નંબર પર શિક્ષિકાએ પ્રથમ ૪ હજાર એકાઉન્ટ ધારક સુનીલ સેનમા તેમજ ૫૫,૦૦૦ અને ૪૦,૫૦૦ મળીને કુલ રૂા. ૯૯,૫૦૦ મોકલ્યા હતા. જેમાં સંતોષ ગૌતમ નામ આવ્યું હતું. બાદમાં શિક્ષિકાએ પતિને ચેક કરવાનું કહેતા તેમના એકાઉન્ટમાં એક પણ રૂપિયો જમા થયો ન હોવાથી છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ બનાવ અંગે અદિતીબેન પ્રશાંતભાઈ શાહની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે અજાણ્યા મોબાઈલ નંબર ધારક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



Google NewsGoogle News