Get The App

યુકેના વર્ક પરમિટ વિઝા કરી આપવાના બહાને 22.70 લાખ પડાવી લીધા

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
યુકેના વર્ક પરમિટ વિઝા કરી આપવાના બહાને 22.70 લાખ પડાવી લીધા 1 - image


Vadoadra Visa Fruad : શિનોર તાલુકાના સાધલી ગામે સહયોગ પાર્ક સોસાયટીમાં રહેતા ખેડૂત અલતાફહુસેન દિલાવરખાન પરમારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે માંજલપુર દરબાર ચોકડી પાસે સાલીન કોમ્પલેક્ષમાં ધ વર્લ્ડ વિઝા હબ નામની વિઝા કન્સલ્ટન્સની ઓફિસમાં અમે તુષાર દિલીપભાઈ સપકાળને મારી પત્નીના યુકેના વર્ક વિઝા કરી આપવા માટે મળ્યા હતા. મારી પત્નીના વિઝાના કામ માટે 28 લાખ રૂપિયા નક્કી કર્યા હતા. તેઓએ કુલ 28 લાખ રૂપિયા લઇ વિઝા કરી આપ્યા ન હતા. અમે પૈસાની માંગણી કરતા સમજૂતી કરાર કરી 5.30 લાખ રૂપિયા પરત આપ્યા હતા. જ્યારે બાકીના ચેક રિટર્ન થયા હતા.


Google NewsGoogle News