20 ટકા સસ્તા ભાવે સોનાના બહાને ભુજના ચીટર સુરતના સોનીના 31 લાખ લઈ ભાગ્યા
- ભુજ બોલાવીને રૂપિયા ભરેલી બેગ ઝુંટવી મકાનમાં પૂરીને ભાગ્યા
- પાંચ ચીટરો સામે ગુનો નોંધાયો : બે સાગરીત પોલીસના સકંજામાં
પ્રાપ્ત વિગતો મુજબ મુળ અમરેલીના હાલ સુરતના કતારગામે રહીને બાપા સીતારામ સિલ્વર પોઇન્ટ નામે જવેલર્સની શોપ ચલાવતા અને હીરા ઘસવાનું કામ કરતા ફરિયાદી રમેશભાઇ બચુભાઇ પાંડવએ ભુજ એ પોલીસ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રણવ સોની, સીધીક સાલેમામદ ફકીર, સિકંદર સોઢા, આરીફ ઓસમાણ ફકીર, રહિમ ફકીરમામદ સંગાર નામના પાંચ ચીટર રહે ભુજ વિરૂધ્ધ ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ એક મહિના પહેલા ફરિયાદીના ભત્રીજા મિતેશભાઇએ ઓનલાઇન એપ્લિકેશન ઇન્ડિયામાર્ટમાં ગોલ્ડની જરૂરીયાત માટે રજીસ્ટ્રેશન કર્યું હતું અને તેમાં તેમનો ફોન નંબર મુક્યો હતો. ત્યાર બાદ ભુજથી પ્રણવ સોની નામના યુવકનો ફોન આવ્યો હતો. બજાર ભાવ કરતા ૨૦ ટકા ઓછા ભાવે સોનુ વાત કરી હતી. અને સોનાના બિસ્કીટો એક કિલો સોનું આપીશ તમે ૫૦૦ ગ્રામ સોનાના રૂપિયા ૧૩ લાખ ૬૦ હજાર આપજો બાકીના પછી આપજો તેવું કહીને વિશ્વાસમાં લીધા હતા. ત્યાર બાદ ફરિયાદી અને તેમના પરિવારજનોએ રોકડા રૂપિયા અને સોનું ગીરવે મુકીને બેન્કમાંથી લોન લઇને રૂપિયાની વ્યવસ્થા કરીને ફરિયાદીના ભત્રીજા મિતેશભાઇએ પ્રણવ સોનીને જાણ કરી ભુજ સોનું લેવા આવવાનું જણાવ્યું હતું. અને ફરિયાદી તેમજ તેમના વિપુલભાઇ અને ભત્રીજા મિતેશ, બે પુત્રો મયુર અને હર્ષદ તેમજ ફરિયાદી પાસે કામ કરતા સુવિકમાજી સહિત પાંચ લોકો ટ્રેન મારફતે ભુજ આવી સ્વામીનારાયણ પ્રસાદી મંદિરમાં રોકાયા હતા. હમીરસર પાસે પહોંચીને આરોપી પ્રણવ સોનીને ફોન કર્યો હતો. પ્રણવે રિક્ષા કરીને ત્રી મંદિર પાસે આવી જવાનું કહ્યું હતુ. જ્યાંથી કાર ચાલક સીધીક સાલેમામદ ફકીર ફરિયાદીના ભાઇ વિપુલભાઇ પુત્ર હર્ષદ અને મિતેશને તાયબા ટાઉનશીપમાં એક મકાનમાં લઇ ગયા હતા. જ્યાં સિકંદર સોઢાએ એક કિલો સોનું આપવાની વાત કરી હતી. ત્યાર રૂપિયા આપો તમને સોનું બહાર મળી જશે તેમ કહેતા ફરિયાદીના ભાઇ ભત્રીજાએ ના કહેતા સિકંદર સોઢાએ ૧૩ લાખ ૬૦ હજાર ભરેલી બેગ ઝુટવી લઇને મકાનના રૂમમાં પૂરી દઇને બહારથી બંધ કરી કારમાં નાસી ગયા હતા. દરવાજો ખખડાવતાં એક મહિલાએ દરજાજો ખોલ્યો હતો. ત્યારે પલાયન થઇ ગયા હતા. લોકલશનના આધારે ફરિયાદ સ્થળ પર પહોંચ્યા હતા. અને આર.ટી.ઓ સર્કલ પાસે રિક્ષામાં આવ્યા ત્યારે બે વ્યક્તિઓ ટુ વ્હીલરથી ફરિયાદી લોકોનો પીછો કરતો હતો. પ્રણવ સોનીને ફોન કરતાં અલગ અલગ બહાના આપીને સોનુ મળી જશે કહીને સોનું કે, રૂપિયા પરત ન આપી વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી.
રીઢા ગુનેગારોના ફોટા જોઇ બે ઓળખાયા તેને પોલીસે ઉઠાવ્યા
ફરિયાદ મળતાં એ ડિવિઝન પોલીસે ભુજના રીઢા ચીટરોના ફોટા બતાવતાં જે પૈકી ફરિયાદીનો પીછો કરનારા આરીફ ઓસમાણ ફકીર અને રહિમ ફકીરમામદ સંગાર બે ચીટરોને ફરિયાદી ઓળખી બતાવતાં પોલીસે બન્ને આરોપીઓને રાઉન્ડઅપ કરી અન્ય ત્રણ ચીટરને પકડવા તપાસ તેજ કરી છે.