Get The App

વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમાર મર્ડર કેસમાં આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં 1206 પાનની ચાર્જશીટ રજૂ

Updated: Jan 15th, 2025


Google NewsGoogle News
વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમાર મર્ડર કેસમાં આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં 1206 પાનની ચાર્જશીટ  રજૂ 1 - image


Vadodara Tapan Parmar Murder Case : સયાજી હોસ્પિટલની કેન્ટીન પાસે બે મહિના અગાઉ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની નિર્દય રીતે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે કુલ છ આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ આરપીઓ વિરુદ્ધ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. હવે તહોમત નામું ઘડાયા બાદ કેસની ટ્રાયલ શરૂ થશે.

ગત 17મી નવેમ્બરે મોડી રાત્રે નાગરવાડા વિસ્તારમાં એક યુવક વિક્રમ પરમાર પર જીવલેણ હુમલો થયો હતો ત્યારબાદ તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. વિક્રમની ખબર જોવા માટે સયાજી હોસ્પિટલમાં મોડી રાત્રે ગયેલા તપન પરમાર પર નામચીન બાબર પઠાણે હુમલો કર્યો હતો. શરીર ઉપર છરીના ઉપરા છાપરી ઘા કરી આરોપીએ રહેસી નાખ્યો હતો. તપન પરમાર ત્યાંથી પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો હતો ત્યારે પણ આરોપીઓએ તેનો સતત પીછો કર્યો હતો. અને થોડી દૂર જઈને ફરીથી તેના પર છરીના ઘા મારી દીધા હતા. જેના પગલે તપન પરમાર ત્યાં જ ઢળી પડ્યો હતો. આ કેસમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.

આ કેસના તમામ આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આરોપીઓ વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરવાનો હોવાથી પોલીસે ત્રણ દિવસ અગાઉ છે. આરોપીઓ વિરોધ કોર્ટમાં ચાર સીટ રજૂ કરી દીધી છે. જેમાં નજરે જોનારા સાક્ષીઓ અને પંચો તેમજ સંયોગીક પુરાવો મળી કુલ 121 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત પંચનામામાં પીએમ નોટ ઓળખ પરેડ એફએસએલ રિપોર્ટ બનાવ સ્થળોનો નકશો વગેરે દસ્તાવેજી પુરાવાઓ પણ ગુનાની તપાસમાં મેળવવામાં આવ્યા છે. પોલીસે કુલ 1,200 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે.


Google NewsGoogle News