Get The App

દ્વારકાના દરિયાકાંઠેથી ફરી રૂ.16 કરોડનો ચરસનો જથ્થો મળ્યો, પોલીસ તપાસ શરૂ

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
દ્વારકાના દરિયાકાંઠેથી ફરી રૂ.16 કરોડનો ચરસનો જથ્થો મળ્યો, પોલીસ તપાસ શરૂ 1 - image


Drugs Found In Dwarka: સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી અવારનવાર ડ્રગ્સ પકડાય છે. ત્યારે ફરી એકવાર દ્વારકાના દરિયાકાંઠેથી એસઓજી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 32 કિલો ચરસ મળી આવ્યું છે. જેની કિંમત આસરે 16 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. પોલીસે ચરસના 30 પેકેટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડ્રગ્સ માફિયાઓનો નવો પેતરો

ડ્રગ્સ માફિયાઓએ હવે નવો પેતરો અપનાવ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગમાફિયાઓના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો મેળવી પંજાબ, મુંબઈ સહિતના શહેરોમાં વેચી નાખવામાં આવતું હોવાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છના ગાંધીધામ નજીક દરિયાયી કાંઠેથી બાવળની જાળીમાંથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેના હજુ સુધી કોઈ આરોપીઓ પકડાયા નથી.


Google NewsGoogle News