VIDEO: આહીર-ચારણ સમાજ વિવાદ, હકાભા ગઢવીએ કહ્યું-'ચારણ તરીકે હું આજથી...'
આહિર સમાજના અગ્રણીએ ચારણ સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું
Charan-Ahir Caste Dispute: ગુજરાતમાં આહીર અને ચારણ સમાજ વચ્ચે વિવાદ શરૂ થયો છે. તળાજામાં આહિર જ્ઞાતિના સમુહ લગ્નમાં સમાજના અગ્રણી દ્વારા ચારણ સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના કારણે હાલ ચારણ સમાજ અને કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હકાભા ગઢવીએ કહ્યું કે 'ચારણ તરીકે હું આજથી તળાજાના અન્ન જળનો ત્યાગ કરૂ છું.'
આહીર અને ચારણ સમાજ વચ્ચે વિવાદ શું છે?
તળાજામાં આહિર જ્ઞાતિના સમુહ લગ્નમાં સમાજના અગ્રણીએ ચારણ સમાજ દ્વારા ખોટા વખાણ કરીને સમાજને લૂંટી લેતા હોવાના દાવા કર્યા હતા. ચારણોથી હંમેશા દુર રહેવું નહીં તો તમે ભિખારી થઈ જશો. ચારણને ઘરમાં પણ ન ઘુસવા દેવા જોઈએ સહિતના ગંભીર આક્ષેપો કર્યા હતા. જેને લઈને આહીર અને ચારણ સમાજ વચ્ચે વિવાદ ઊભો થયો હતો. ત્યારે ભારે રોષ ભરાયેલા હકાભા ગઢવીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.
સોશિયલ મીડિયા પર હકાભા ગઢવીએ જણાવ્યું કે, 'ચારણ તરીકે હું આજથી તળાજાના અન્ન જળનો ત્યાગ કરૂ છું. ક્યારે પણ તળાજાનું પાણી પણ નહીં પીઉ અને ક્યારે પણ તળાજામાં કાર્યક્રમ કરીશ નહીં.'