Get The App

'ચાર-ચાર બંગડી..'ની ગાયિકા કિંજલ દવેને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો, ગીત ગાવા પર સ્ટે લંબાવાયો

હાઈકોર્ટે આ ગીત પર સ્ટે આપ્યા બાદ ફરી એકવાર સ્ટેને લંબાવી દીધો છે

હવે તે આગામી 26 માર્ચ સુધી આ ગીત નહીં ગાઇ શકે

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
'ચાર-ચાર બંગડી..'ની ગાયિકા કિંજલ દવેને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો, ગીત ગાવા પર સ્ટે લંબાવાયો 1 - image


ચાર ચાર બંગડીવાળા ગીતથી ફેમસ થઇ ચૂકેલી લોકપ્રિય ગાયિકા કિંજલ દેવની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. હાઈકોર્ટે આ ગીત પર સ્ટે આપ્યા બાદ ફરી એકવાર સ્ટેને લંબાવી દીધો છે. જેના લીધે કિંજલ દવેને ફરી મોટો ઝટકો લાગ્યો છે. હવે તે આગામી 26 માર્ચ સુધી આ ગીત નહીં ગાઇ શકે. 

કોણે કર્યો છે કેસ? 

રેડ રિબોટ એન્ટરટેઇનમેન્ટ દ્વારા સેશન કોર્ટમાં આ મામલે કિંજલ દવે સામે કેસ કરવામાં આવ્યો હતો. જેમાં સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારાયો હતો. સેશન્સ કોર્ટે અગાઉ તેના ચુકાદામાં કોપીરાઈટનો દાવો ફગાવી દીધો હતો. જેના બાદ હાઈકોર્ટમાં આ મામલે પડકાર ફેંકાયો જેના પર હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને ફેરવી નાખતાં કિંજલ દવે પર જાહેરમાં આ ગીત ગાવા સામે રોક લગાવી દેવામાં આવી હતી. હવે ફરી એકવાર 26 માર્ચે આ મામલે સુનાવણી થશે.


Google NewsGoogle News