દિવાળી વેકેશનમાં દ્વારકા જવાના છો? આટલું ધ્યાન રાખશો તો નહીં પડે કોઈ તકલીફ, સમય પણ બચશે
Dwarkadhish Temple: યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે હજારો યાત્રિકો જગત મંદિર દ્વારકાધીશના દર્શને આવતા હોય છે, ત્યારે દિવાળીના તહેવારને અનુલક્ષીને દ્વારકાના જગત મંદિરમાં દર્શનના સમયમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દ્વારકા દર્શને આવતા શ્રદ્ધાળુઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડયાએ ખાસ અપીલ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરે શું કહ્યું?
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડયાએ શ્રદ્ધાળુઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, 'દ્વારકાનું જગત મંદિર બપોરે 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહે છે. શ્રદ્ધાળુઓ પોતાના કાર્યક્રમની એવી રીતે તૈયાર કરે, જેથી આ સમય દરમિયાન નજીકના પર્યટન સ્થળની મુલાકાત લઈ શકે છે. જેમ કે નરારા ટાપુ, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, શિવરાજપુર બીચ અને હરસિદ્ધિ માતા મંદિરની મુલાકત લઈ શકો છે. આ ઉપરાંત ભાણવડ નજીક બરડા ડુંગરમાં બરડા સફારીનો શુભારંભ થયો છે. બરડા ડુંગર પર કુદરતે મનમુકીને જે સૌંદર્ય પાથર્યું છે. હવે આ સૌંદર્યને દેશ અને દુનિયાના પ્રવાસીઓ પણ માણી શકશે.'
દ્વારકા મંદિર દર્શન સમયમાં ફેરફાર
• ગુરૂવારે (31મી ઑક્ટેબર) રૂપ ચૌદસ અને દિવાળીના દિવસે સવારે 5:30 કલાકે મંગલા આરતી અને 1:00 અનુસાર બંધ થશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00 ખુલશે. હાટડી દર્શન સાંજે 08:00 વાગ્યે અને રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
આ પણ વાંચો: અમરેલી: ભાજપ MLAના જમાઈ પર જીવલેણ હુમલાનો કેસ, પોલીસે 12 આરોપીની કરી ધરપકડ
• શુક્રવાર (પહેલી નવેમ્બર) અન્નકુટ ઉત્સવના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. અન્નકુટ દર્શન 5:00થી 07:00 વાગ્યા સુધી અને રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
• શનિવાર (બીજી નવેમ્બર) નૂતન વર્ષના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
• રવિવાર (ત્રીજી નવેમ્બર) ભાઈ બીજ ઉત્સવના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.