Get The App

CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટની તારીખમાં ફેરફાર, હવે 2 એપ્રિલ નહીં 31 માર્ચે યોજાશે EXAM

અગાઉ 2 એપ્રિલના રોજ પરીક્ષા લેવાની જાહેરાત થઈ હતી

CBSE બોર્ડની પરીક્ષા હોવાથી તારીખમાં ફેરફાર કરાયો

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટની તારીખમાં ફેરફાર, હવે 2 એપ્રિલ નહીં 31 માર્ચે યોજાશે EXAM 1 - image


GUJCET 2024 Exam Date : ગુજકેટની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે 2 એપ્રિલ 2024ના બદલે 31 માર્ચ 2024ના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે. અગાઉ 2 એપ્રિલના રોજ પરીક્ષા લેવાની જાહેરાત થઈ હતી. જોકે, CBSE બોર્ડની પરીક્ષા હોવાથી તારીખમાં ફેરફાર કરાયો છે.

ગુજરાત બોર્ડ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, 'ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ-2024ની પરીક્ષા તા.02/04/2024 ને મંગળવારના રોજ યોજવામાં આવનાર હતી.'

ઉક્ત તારીખે CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટ-2024ની પરીક્ષા તા.02/04/2024 ના બદલે તા.31/03/2024 ને રવિવારના રોજ યોજવામાં આવશે. જેની શાળાના આચાર્યઓ તથા વાલીઓ, વિદ્યાર્થીઓ તથા સંબંધિત તમામે નોંધ લેવી.

GUJCETCBSE

Google NewsGoogle News