Get The App

નવરાત્રિમાં પાવાગઢ જવાના હોવ તો ખાસ જાણી લેજો, માતાજીના દર્શનના સમયમાં ફેરફાર

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
Pavagadh Mahakali Mataji Darshan


Pavagadh Mahakali Mataji Darshan : પંચમહાલના પાવાગઢ ખાતે પ્રસિદ્ધ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે નવરાત્રિના દિવસોમાં શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આગામી 3 ઑક્ટોબરથી શરુ થતી નવરાત્રિ પહેલા શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દર્શાનાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે તંત્રએ બસોની સંખ્યા વધારી છે.

નવરાત્રિમાં પાવાગઢ જવાના હોવ તો ખાસ જાણી લેજો, માતાજીના દર્શનના સમયમાં ફેરફાર 2 - image

નવરાત્રિમાં માતાજીના દર્શનનો સમય વધાર્યો 

પાવગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી નવરાત્રિ પહેલા દર્શન કરવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આસો સુદ એકમથી પૂનમ સુધી મહાકાળી માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં પ્રથમ નોરતે, આઠમા નોરતે અને પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા માટે સમયમાં વધારો કરીને સવારે 4 વાગ્યે દ્વાર ખુલશે અને રાતના 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 

આ પણ વાંચો : કંડલામાં રાષ્ટ્રીય સુરક્ષાને જોખમરૂપ દબાણો, બુલડોઝર ફેરવી 100 એકરથી વધુ જમીન ખાલી કરાવાઈ

દર્શનાર્થીઓ માટે વધારાની બસોની વ્યવસ્થા કરાઈ

જ્યારે અન્ય દિવસોમાં માતાજીના દર્શન કરવા માટે 5 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી દ્વાર ખુલ્લા રાખવામાં આવે છે. બીજી તરફ, નવરાત્રિ દરમિયાન મહાકાળી માતાજીના દર્શનાર્થે પાવાગઢ આવતા લોકોની ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થવાથી પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.



Google NewsGoogle News