વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતી બાળકીનું મોત, આરોગ્ય તંત્ર દોડતું થયું
Chandipura Virus: રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી બાળકીનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જેના લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને ગોત્રી વિસ્તારમાં દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે.
રિપોર્ટ આવે તે પહેલા જ બાળકીનું મોત
વડોદરાના ગોત્રી મહીનગર વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકીની 17મી જુલાઈએ તબિયત બગડી હતી. ઝાડા ઉલ્ટી અને તાવની પ્રાથમિક સારવાર લીધી હતી. પરંતુ ચાંદીપુરા વાયરસના લક્ષણો હોવાથી બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીના સેમ્પલ રિપોર્ટ માટે મોકલ્યા હતા.પરંતુ રિપોર્ટ આવે તે પહેલા જ બાળકીનું આજે (20મી જુલાઈ) સવારે મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: વડોદરાના લક્ષ્મીપુરામાં ધીંગાણું : બે યુવકોને કારમાં ઉઠાવી જવાનો પ્રયાસ, પોલીસે 12ને પકડી લીધા
સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં છ બાળકોના મોત
ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુર વાયરસના સાત બાળકો હાલમાં સારવાર હેઠળ છે. જેમાંથી 5 બાળકો આઈસીયુમાં છે. જોકે, અત્યારે સુધી કુલ 6 બાળકોના મૃત્યુ થયા છે.