ખાખી જ બુટલેગરની રક્ષક! AAP ધારાસભ્યે વીડિયો સાથે કહ્યું- પોલીસ ઘરેથી ઉઘરાવે છે હપ્તા

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
Chaitar Vasava


Chaitar Vasava : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક વિસ્તારોમાં દારૂના વેચાણના કિસ્સાઓ જોવા મળે છે. ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને પોલીસકર્મીઓ દારૂનો હપ્તો ઉઘરાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. વીડિયો વાયરલ કરાતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે. આ સાથે ચૈતર વસાવાએ 35 જેટલાં સીસીટીવી વીડિયો વાયરલ કરીને એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસકર્મીઓ હપ્તાઓ ઉધરાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતા. જો કે, આ સમગ્ર મામલે SP મયુર ચાવડાએ ભરુચના DySP સી. કે. પટેલ સઘન તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. 

ભરુચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાં દારુના વેંચાણનો વીડિયો વાયરલ

ભરુચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાં આવેલા લીમડીછાપરી વિસ્તારમાં જાહેરમાં દારૂનું વેચાણ કરતાં બુટલેગર પાસેથી પોલીસ હપ્તો લેવા જતાં હોવાનો વીડિયો વાયરલ કરીને ચૈતર વસાવાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યાં હતા. જેને લઈને ભરૂચ DySP દ્વારા સમગ્ર મામલે સચોટ તપાસ કરવા જણાવ્યું હતું.

7 દિવસમાં દારૂ બંધ નહીં થાય તો વિરોધ પ્રદર્શનની ચિમકી

ભરુચના અનેક વિસ્તારોમાં દારૂની રેલમછેલ ચાલી રહી હોવાના વીડિયો વાયરલ થયાં છે. તેવામાં ચૈતર વસાવા દ્વારા કેટલાંક વીડિયો વાયરલ કરતાં ચકચાર થવા માંડી છે. જેમાં વસાવાએ જણાવ્યું હતું કે, ભરુચના અનેક વિસ્તારોમાં ડી-ક્વાલિટીના ઈંગ્લિશ અને દેશી દારુનું જાહેરમાં વેચાણ કરવામાં આવતું હોવાની અનેક ફરિયાદો લઈને યુવાનો મારી પાસે આવે છે. આ સાથે વસાવાએ ચિમકી આપતાં જણાવ્યું હતું કે, જો આગામી 7 દિવસમાં શહેરમાં દારૂનું વેચાણ બંધ કરવામાં નહીં આવે તો રોડ પર ઉતરીને વિરોધ કરીશું. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચના નાયબ પોલીસ વડા દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યાં છે.



Google NewsGoogle News