Get The App

'જંગલ ખાતામાં શું ધંધા ચાલે છે, બધુ ખબર છે...', સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં વરસ્યાં ધારાસભ્ય ચૈતર વસાવા

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
'જંગલ ખાતામાં શું ધંધા ચાલે છે, બધુ ખબર છે...', સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં વરસ્યાં ધારાસભ્ય ચૈતર વસાવા 1 - image


Chaitar Vasava On Tree Plantation Program : નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના માલસામોટ ખાતે આયોજિત 'એક પેડ મા કે નામ'ના ખાતમૂહર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા, ડો. દર્શના દેશમુખ, લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા સહિત અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં ચૈતર વસાવા અને મનુસખ વસાવા એક મંચ પર જોવા મળ્યાં હતા. કાર્યક્રમમાં ચૈતર વસાવાએ સરકારના મંત્રીનો ઉધડો લીધો.

ચૈતર વસાવાએ શું કહ્યું?

ડેડિયાપાડાના માલસામોટના કાર્યક્રમમાં આક્રમક અંદાજમાં ચૈતર વસાવાએ સરકાર પ્રહાર કર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ચૈતર વસાવાએ કહ્યું કે, 'ડેડિયાપાળામાં તમે પ્રોગ્રામ કર્યો, 49 લાખનું તમે કૌશલ્ય કેન્દ્ર ખોલ્યું, 6 કરોડ તો તમે વાઉચર ઉતાર્યા છે. જંગલ ખાતામાં શું ધંધા ચાલે છે, બધુ ખબર છે. અહીં આપણે જેટલા પણ વૃક્ષો રોપીએ છીએ તેની જવાબદારી ફોરેસ્ટ વિભાગની છે. માણસામોટમાં તમે પ્રોજેક્ટ લાવ્યા, અમને વિકાસ સાથે કોઈ વાંધો નથી. પણ અમારી લોકલ ગ્રામપંચાયતની સહમતી લો, બહારના લોકો આવે, અહીં કોર્પોરેટ જગતની નજર છે. અહીંની જમીન પર અમારા આદિવાસી પરિવારો ખેતી કરે છે તે 303 એકર જમીન હાઉસિંગ સોસાયટીને ફાળવી..., અમે એક ઇંચ પણ જમીન આપીશું નહીં. કેવડિયામાં રોજગાર અને પ્રવાસન આપીશું કહેલું, આજે અમારી માતા-બહેનો ત્યાં રડે છે, ત્યારે કોણ કેમ જોવા નથી આવતું.'

આ પણ વાંચો : રાજ્ય સરકારના કર્મચારીઓએ મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારાની કરી માગ, મુખ્યમંત્રીને લખ્યો પત્ર

તેમણે કહ્યું કે, 'વનમંત્રી મુકેશન પટેલની ઉપસ્થિતિમાં ગયા વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો, તે રોપા ક્યાં ગયા? વિકાસના નામે અમારી જળ જંગલ જમીન અને સંસ્કૃતિ ઉપર અતિક્રમણ કરવાની કોશિશ કરી તો અમે લડીશું.'


Google NewsGoogle News