'તમારું મોઢું જોવાનો શોખ નથી, આંગળી નીચે મૂકો': નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી
Chaitar Vasava VS Narmda Police: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુરુવારે (3 એપ્રિલ) એક ગંભીર મુદ્દા પર રાજપીપળાના પોલીસ અધિક્ષક સમક્ષ ખુલાસો માંગવા માટે પોલીસ અધિક્ષક કચેરી નર્મદા ખાતે પહોંચ્યા હતા. છેલ્લા ઘણાં સમયથી ગુજરાત, મહારાષ્ટ્ર્ર, અને મધ્યપ્રદેશથી દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે.
આ બાબતે આજે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મોટી સંખ્યામાં લોકો સાથે પોલીસ અધિક્ષક કચેરીએ પહોંચ્યા હતા. આ અગાઉ પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકોને રસ્તા વચ્ચે જ રોકવામાં આવ્યા હતા અને આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી.
ચૈતર વસાવાએ નર્મદા પોલીસ પર આક્ષેપો કર્યા અને કહ્યું કે બુટલેગરોને પકડો નાના માણસો પાસે શુ દંડ વસૂલો છો. ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા પોલીસ સામે બાંયો ચઢાવી છે. ચૈતર વસાવાના સમર્થકોને પોલીસે રસ્તામાં રોકતાં હોબાળો મચાવ્યો હતો.
ચૈતર વસાવાએ કહ્યું કે પોલીસમાં પણ બે કેટેગરી છે. એક જે સરકારી પગાર લઈ વ્યવસ્થિત નોકરી કરે છે, બીજા જે સરકારી પગાર લઈ ભાજપની ચમચાગીરી કરે છે. ચૈતર વસાવાએ નર્મદા પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ચૈતર વસાવાએ આક્ષેપો કરતાં કહ્યું કે પોલીસ હપ્તા ખાઈને બુટલેગરોને છોડી દે છે. પોલીસ દારૂના પૈસા લે છે અને ભાવ નક્કી કરેલા છે.
રાજપીપળા એસ.પી ઑફિસ પહોંચતા પહેલા ચૈતર વસાવાને પોલીસે રોક્યા હતા, ત્યાં ચૈતર વસાવાએ કેવડિયાના ડી. વાય. એસ. પી. સંજય શર્માને સ્થળ પર કહ્યું કે ' આંગળી નીચી રાખીને વાત કર' "હું ધારાસભ્ય છું" ત્યાં પણ પોલીસ સાથે બોલાચાલી થઈ હતી.
આ પણ વાંચો: ડીસા બ્લાસ્ટ કેસ: નર્મદા કિનારે 18 મૃતકોના અંતિમ સંસ્કાર, મોઢું પણ ન જોઈ શક્યા સ્વજનો
પોલીસ સાથે તુતુ-મેંમેં
હાલમાં જ ઉમરવા જોશી ગામ ખાતેથી માટી ચોરીના વાહનો પકડ્યા તે પણ પૈસા લઈને છોડી દેવામાં આવ્યા છે. રાજપીપળા ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સમર્થકો સાથે પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં પોલીસ સાથે તુતુ-મેંમેં થઈ હતી. તમારે પકડવા હોઈ તો બુટલેગરોને પકડો ગરીબ બાઇક સવારોને કેમ પકડો છો?
ત્યારબાદ ચૈતર વસાવા અને તેમના સમર્થકો દ્વારા નર્મદા જિલ્લા પોલીસ વડા સાથે બંધ બારણે બેઠક કરી હતી. જેમાં એસ.પી નર્મદા પ્રશાંત શુમ્બેએ ખાતરી આપી છે કે અમે સૂચના આપીશું કે આવું ફરી ન થાય. એસ. પી નર્મદા સાથે મીડિયાએ જ્યારે વાત કરી ત્યારે પ્રશાંત શુમ્બેએ કહ્યું કે અમે જે લોકો હેલ્મેટ નથી પહેરતાં તેવા લોકો ને જ દંડ કરીએ છે. જેનું કારણ છે કે ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં 48 ફેટલ થયા છે અને તે પણ ટુ વ્હિલર વાહનો વાળાના જ થયા છે જેથી આ કામગીરી કરવી પડે છે. એ બંને તાલુકા મહારાષ્ટ્રની બોર્ડર પાસે આવેલા છે જેથી મહારાષ્ટ્રમાંથી પણ ઘણા લોકો દારૂ પીને વાહન ચલાવતા હોઈ છે. જેથી પણ દંડની કામગીરી કરવી પડે છે.
પોલીસની બે કેટેગરી: એક વ્યવસ્થિત નોકરી કરે છે, બીજા ભાજપની ચમચાગીરી કરે છે
ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા પોલીસ સામે બાયો ચઢાવી છે. ચૈતર વસાવાના સમર્થકોને પોલીસે રસ્તામાં રોકવામાં આવતા હોબાળો મચાવ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે પોલીસમાં પણ બે કેટેગરી છે. એક જે સરકાર પગાર લઇને વ્યવસ્થિત નોકરી કરે છે. બીજા જે સરકારી પગાર લઈ ભાજપની ચમચાગીરી કરે છે.
કુળદેવીએ આદિ-અનાદિ કાળથી 15 હજાર વર્ષથી ત્યાં જરી ચડાવવા જઈએ છીએ, દેવમોગરામાં તમને શું નડીએ છીએ? કેવડિયામાં વી.આઇ.પી આવે છે ત્યારે પ્રોટેક્શન પૂરું પાડો છો અને અહીં અમારા ગરીબ લોકોને હેરાન કરો છો. શાંતિ સુરક્ષા અને સલામતી તમારી જવાબદારી છે. ડરાવવાની તમારી જવાબદારી નથી. કાયદો વ્યવસ્થા જાળવવાની તમારી ડ્યૂટી છે.
રાજપીપળા ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સમર્થકો સાથે પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા ત્યારે પોલીસ સાથે રકઝક થઈ હતી. તમારે પકડવા હોઈ તો બુટલેગરોને પકડો ગરીબ બાઇક સાવરોને કેમ પકડો છો? બુટલેગરોના ત્યાં રેડ પાડો, અમે સાથે આવીશું... દૂધવાળાને દૂધ વેચવા જવું પડે છે. દારૂવાળાની હાટડીઓ ચાલે છે.