વડોદરા જિલ્લા સંઘના બળવાખોરોએ પાઠ ભણાવ્યો, APMCના ચેરમેન-વાઇસ ચેરમેન રીપીટ
Vadodara APMC Election : વડોદરા એપીએમસી(APMC)ના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી થતાં બંને હોદ્દેદારોને રીપીટ કરવામાં આવ્યા છે.
વડોદરા એપીએમસીમાં ચેરમેન તરીકે શૈલેષભાઈ પટેલ બે દાયકાથી વધુ સમયથી હોદ્દો સંભાળી રહ્યા છે. વચ્ચે એક ટર્મમાં તેમના પત્નીને ચેર પર્સન બનાવવામાં આવ્યા હતા. ગઈ ટર્મમાં ફરીથી શૈલેષભાઈ પટેલ પોર તેમજ યોગેશભાઈ પટેલને ચેરમેન વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા હતા.
અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે ફરીથી ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધારાસભ્યોએ રીપીટ થિયરી માટે તરફેણ કરી હતી. જ્યારે કેટલાક ડિરેક્ટરોએ પક્ષનો મેન્ડેડ માન્ય રાખવાની તૈયારી બતાવી હતી.
પરંતુ એક સપ્તાહ પહેલા વડોદરા જિલ્લા સંઘની ચૂંટણીમાં બળવો થતા ભાજપે પરિસ્થિતિ પારખીને વડોદરા એપીએમસીમાં ચેરમેન વાઈઝ ચેરમેનને રીપીટ કરવાનો નિર્ણય લીધો હતો. અને મેન્મુડેટ મુજબ બંને બિનહરીફ ચૂંટાયા હતા.